
અમદાવાદ :
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ તમામ ક્ષેત્રમાં શાનદાર પ્રદર્શન કર્યું. ભારતીય ટીમે બીજી ટી-20 માં ઇંગ્લેન્ડને જોરદાર પરાજય આપ્યો છે. વિરાટ કોહલી (73 અણનમ) અને ઇશાન કિશનની અડધી સદી (56)ની મદદથી ભારતે બીજી ટી-20માં ઇંગ્લેન્ડ સામે 7 વિકેટે વિજય મેળવ્યો છે. ઇંગ્લેન્ડે 20 ઓવરમાં 6 વિકેટે 164 રન બનાવ્યા હતા.
રવિવારે રમાયેલી આ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને ઈંગ્લેન્ડને બેટિંગ માટે આમંત્રણ આપ્યું. વિરાટ કોહલીનો નિર્ણય સાચો સાબિત થયો અને તેણે ઇંગ્લેન્ડની ટીમને મોટો સ્કોર કરતા અટકાવી. ઇંગ્લેન્ડની ટીમનાં જેસન રોયની 46 રનની ઇનિંગના આધારે 20 ઓવરમાં છ વિકેટ ગુમાવી 164 રન બનાવ્યા. ભારત તરફથી વોશિંગ્ટન સુંદર અને શાર્દુલ ઠાકુરે સૌથી વધુ બે વિકેટ ઝડપી.
ઇંગ્લેન્ડનાં 165 રનનાં લક્ષ્યનો પીછો કરતા ટીમ ઇન્ડિયાની શરૂઆત ફરી એક વાર સારી રહી, અને કેએલરાહુલ પહેલી જ ઓવરમાં કોઇ પણ રન બનાવ્યા વગર જ પવેલિયનમાં પરત ફર્યો, જો કે પોતાની પેહલી જ મેચ રમી રહેલો ઇશાન કિશન (56) અને કેપ્ટન વિરાટ કોહલી (73*)એ સ્કોર આગળ વધાર્યો અને ટીમ ઇન્ડિયાને મુશ્કેલીમાંથી બચાવી લીધી, બંનેએ બીજા વિકેટ માટે 93 રનની ભાગીદારી નોંધાવી.
આ બંને ખેલાડીઓ ઉપરાંત ઋષંભ પંતે પણ 13 બોલમાં 26 રન બનાવ્યા, ભારતીય ટીમનાં 13 બોલ બાકી હતા અને સાત વિકેટથી મેચ પોતાના નામે કરી લીધી, આ જીત સાથે જ ભારત અને ઇંગ્લેન્ડની ટીમ સીરીઝમાં 1-1 ની બરાબરી પર આવી ગઇ છે. પહેલી જ મેચમાં શાનદાર અડધી સદી કરનારા 22 વર્ષીય બેટ્સ મેન ઇશાન કિશન ‘મેન ઓફ ધ મેચ’ બન્યો હતો.
કોહલીએ ઈતિહાસ રચ્યો, ટી20 આંતરરાષ્ટ્રીયમાં 3 હજાર રન પૂરા કરનાર પ્રથમ ક્રિકેટર
કોહલીએ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં અણનમ 73 રન બનાવ્યા હતા. તેણે છગ્ગો ફટકારી ભારતને શાનદાર જીત અપાવી હતી.
આ સાથે તે ટી20 આંતરરાષ્ટ્રીયમાં 3000 રન પૂરા કરનાર પ્રથમ બેટ્સમેન પણ બની ગયો છે. ભારતે આ મુકાબલામાં સાત વિકેટે જીત હાસિલ કરી જેમાં કોહલીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. વિરાટ 73 રન બનાવી અણનમ રહ્યો હતો. તેણે 49 બોલની પોતાની ઈનિંગમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.