IND Vs AUS: ‘ટીમ ઈન્ડિયામાં વાઈસ કેપ્ટનની જરૂર નથી’, પૂર્વ કોચે આપી સલાહ તો આ ખેલાડી એ રવિન્દ્ર જાડેજા ને વાઈસ કેપ્ટન બનાવવાની આપી સલાહ

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ બે ટેસ્ટ મેચમાં કેએલ રાહુલને ભારતીય ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

જોકે, છેલ્લી બે ટેસ્ટ માટે તેની ઉપ-કપ્તાની છીનવાઈ ગઈ હતી. હાલમાં આ ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં કોઈને પણ વાઇસ કેપ્ટનશિપ આપવામાં આવી નથી. ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ ભારતીય ટીમ મેનેજમેન્ટના આ નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે અને એમ પણ કહ્યું છે કે તેઓ હંમેશા માને છે કે ભારતીય ટીમમાં ઉપ-કેપ્ટનની નિમણૂક કરવાની કોઈ જરૂર નથી.

‘વાઈસ-કેપ્ટન નહીં બનાવવાથી મુશ્કેલીઓ ઓછી થશે’ ICC રિવ્યુ પોડકાસ્ટ પર વાત કરતા શાસ્ત્રીએ કહ્યું, ‘ટીમ મેનેજમેન્ટ આગળ વાઇસ કેપ્ટન નક્કી કરશે. મેનેજમેન્ટ કેએલ રાહુલને જાણે છે, તેઓ તેની માનસિક સ્થિતિ પણ જાણે છે. બાકીની વાત કરીએ તો હું હંમેશા માનું છું કે ભારતીય ટીમ માટે વાઇસ-કેપ્ટનની નિમણૂક કરવાની જરૂર નથી. તેના બદલે, હું મારા શ્રેષ્ઠ-11 ખેલાડી સાથે મેદાનમાં ઉતરવા માંગીશ. જો કેપ્ટન કોઈપણ કારણસર મેદાન છોડી દે છે, તો તમે આ જવાબદારી કોઈપણ એક ખેલાડીને આપી શકો છો.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાશે. આ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. જો કે ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ પોતાના વાઈસ કેપ્ટનનું નામ જાહેર કર્યું નથી. અગાઉની બે મેચમાં કેએલ રાહુલ ટીમનો વાઇસ કેપ્ટન હતો. આવી સ્થિતિમાં હવે રાહુલના સ્થાને ત્રીજી મેચમાં વાઇસ કેપ્ટનશિપની જવાબદારી કોને મળશે તેની ચર્ચાએ જોર પકડ્યું છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિરીઝની ત્રીજી મેચ 1 માર્ચથી 5 માર્ચ સુધી રમાશે.

આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ સ્પિન બોલર હરભજન સિંહનું માનવું છે કે ઓસ્ટ્રેલિયા સામેની બાકીની બે ટેસ્ટ મેચમાં ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને વાઇસ કેપ્ટન બનાવવો જોઈએ. હરભજને કહ્યું, ‘રવીન્દ્ર જાડેજા કેવા ફોર્મમાં છે અને જે રીતે રમી રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને તેને ટીમની ઉપ-કપ્તાની સોંપવી જોઈએ.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *