
રાજયમાં હાલ કોરોના વાયરસના કેસો રોકેટની ગતિએ કેસો વધી રહ્યા છે. કોરોના વાયરસના વધી રહેલા કેસને લઈ સરકાર દ્વારા કફર્યુને લઈ એક મહત્વનો નિર્ણય લીધો છે. કોરોનાની ચેઈન તોડવા માટે ગુજરાત હાઈકોર્ટે સરકારને રાજયમાં લોકડાઉન અથવા વિકેન્ડ કફર્યુને લાદવા માટેના સૂચનો કર્યા હતા. જેથી આજે સીએમની અધ્યક્ષતામાં હાઈપાવર કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસના ઉચ્ચઅધિકારીઓ,આરોગ્યના ઉચ્ચઅધિકારીઓ તેમજ એડવોકેટ જનરલ ત્રિવેદી પણ આ બેઠકમા હાજર રહ્યા હતા. રાજયના 20 શહેરોમાં રાત્રિના 8થી સવારના 6 વાગ્યા સુધી કફર્યુનો સમય રહેશે. જયારે લગ્ન પ્રસંગમાં માત્ર 100 લોકોને જ પરવાનગી આપવામાં આવી છે અને 20 એપ્રિલ સુધી રાજયમાં તમામ મોટા કાર્યકર્મો સ્થગિત કરવા માટેની સૂચના આપવામાં આવી છે. આ સાથે શનિ અને રવિવારના રોજ સરકારી ઓફિસો બંધ રાખવામાં આવશે.