
રાજકોટ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Gujarat Local Body Elections 2021, ) માટે મતદાન પ્રક્રિયા યોજાવાને આડે હવે બસ ગણતરીના જ દિવસો બાકી બચ્યાં છે. બીજી તરફ રાજકોટ મનપાની ચૂંટણી (Rajkot Municipal Corporation Election) માટે ભાજપ , કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી 72 બેઠક માટે 72 ઉમેદવારો ઉતારવા જઈ રહી છે. તો સાથે જ એનસીપી અને અપક્ષો પણ મેદાને એક બાદ એક ઉતરી રહ્યા છે. ત્યારે આગામી ચૂંટણી માં ક્રોસ વોટિંગ કોને ફાયદો કરાવશે તે જોવું મહત્વનું રહેશે.
રાજકોટ મનપાની વર્ષ 2015ની યોજાયેલ ચૂંટણી માં 8,87,279 મતદારો નોંધાયા હતા. જ્યારે કે આગામી સમયમાં યોજાનારી ચૂંટણી માટે 10,68,507 મતદારો નોંધાયા છે. આમ છેલ્લા 5 વર્ષમાં રાજકોટ મનપાના શહેરી વિસ્તારમાં બે લાખ મતદારોનો વધારો જોવા મળ્યો છે. રાજકોટ મનપા દ્વારા જે પ્રાથમિક મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે તે અંતર્ગત વોર્ડ નંબર ત્રણ માં સૌથી વધુ 76941 મતદારો નોંધાયા છે. જ્યારે કે વોર્ડ નંબર 5 માં સૌથી ઓછા 48576 મતદારો નોંધાયા છે. ત્યારે મનપા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ મતદારયાદીમાં પુરૂષ મતદારોની સંખ્યા 5,53,771 જેટલી નોંધાઈ છે. જીકે મહિલા મતદારોની સંખ્યા 5,14,718 જેટલી નોંધાઈ છે. જ્યારે કે અન્ય મતદારોની સંખ્યા 18 જેટલી નોંધાઈ છે. ગત ચૂંટણી કરતા આગામી ચૂંટણીમાં મતદારો ની સંખ્યા વધવા પાછળનું કારણ રાજકોટ શહેરમાં દિવસે ને દિવસે વધતી જતી માનવ વસ્તી તેમજ મહાનગરપાલિકા દ્વારા થોડાક મહિનાઓ પૂર્વે પાંચ જેટલા ગામોને શહેરી વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો છે.