રાજકોટમાં વ્યાજંકવાદનો ત્રાસ વધ્યો: વ્યાજખોર ત્રાસથી કંટાળી યુવકે આત્મહત્યા કરી હતી ત્યારે વ્યાજખોરની પત્ની અને પુત્રી જઈ મૃતકના માતા અને પત્નીને માર માર્યો

ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ દ્વારા વ્યાજંકવાદને નાથવા માટે ઝુંબેશ ચલાવી છે અને રાજ્યભરમાં વ્યાજખોરો સામે તવાઈ બોલાવી છે. છતાં પણ રાજકોટમાં રણુજા મંદિર પાસે હમ નહિ સુધારેંગેની જેમ વ્યાજખોર લાજવા ને બદલે ગાજ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં રણુજા મંદિર પાસે આવેલી ઋષિ પ્રસાદ સોસાયટીમાં રહેતા એક યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ વ્યાજખોર અને તેની ત્રણ પુત્રીઓએ યુવાનની માતા અને પત્ની પર હુમલો કરતા તેમને પણ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રણુજા મંદિર પાસે ઋષિ પ્રસાદ સોસાયટી શેરી નંબર -3માં રહેતા જયદીપ રાયમલભાઈ જલુ નામના 28 વર્ષીય યુવાને સવારે 10 વાગ્યે પોતાના ઘરે ફિનાઇલ પી જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં જાણવા મળતી પ્રાથમિક વિગત મુજબ જયદીપ જલુએ બે વર્ષ પહેલા પોતાની દયાના નામની પુત્રીની બીમારીની સારવાર માટે વજુ છૈયા પાસેથી રૂ.2 લાખ લીધા હતા. ત્યાર બાદ જયદીપ દ્વારા આ રકમની ભરપાઈ પણ કરી દેવામાં એવી હતી. તેમ છતાં વજુ છૈયાએ વધુ 1 લાખ રૂપિયાની ઉઘરાણી કરી ફોનમાં ધાક ધમકી આપતા જયદીપ જલુએ વખ ઘોળ્યું હતું. જેથી તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.ત્યારે આ વાતની જાણ વ્યાજખોર વજુ છૈયાને થતા તે લાજવાને બદલે ગાજ્યો હતો અને પોતાની ત્રણ પુત્રી રિધ્ધિ, હેતલ અને શીતલ સાથે જયદીપના ઘરે દોડી ગયો હતો. જ્યાં વ્યાજખોર અને તેની ત્રણેય પુત્રીએ જયદીપના માતા પુણાબેન અને પત્ની અલ્પાબેન પર પાઇપ વડે હુમલો કર્યો હતો. જેથી ઘવાયેલા પ્રૌઢા અને પરિણીતાને પણ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *