ગાંધીધામમાં પોલીસે ચોપાનિયાં વિતરણ કરી બનતા ગુના સામે જાગૃતિની કરી પહેલ

કચ્છના આર્થિક પાટનગર તરીકે જાણીતા સંકુલમાં ચોરી તથા સાઈબર ક્રાઈમ અટકાવવા અર્થે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ ટીમ ધ્વારા લોકોમાં જાગૃતિ આવે’ તે માટે વિવિધ સ્થળે ચોપાનિયાં વિતરણ કરાયાં હતા.ગાંધીધામ એ ડિવિઝન પોલીસ ટીમ વિતરણ કરેલા ચોપાનીયામાં’ ઘરફોડ ચોરી અટકાવવા ઘરના પ્રવેશ ધ્વાર સહિતના સ્થળે સી.સી.ટી.વી કેમેરા મુકવા, બહાર જતી વખતે કિંમતી સામાન’ બેંક લોકર મુકવા, ઘરથી’ બહાર જતી વખતે તાળુ મારેલુ ન દેખાય તે પ્રકારે લોક કરવા, શંકાસ્પદમાણસોની અવર-જવર’ તથા’ ‘લાંબા સમય સુધી ઘરની બહાર ગામ જતી વખતે આજુ-બાજુમાં જાણ કરવી તેમજ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે પણ જાણ કરવી જેથી પોલીસ પેટ્રોલિંગ કરી શકે વગેરે માર્ગદર્શન અપાયુ છે. નોંધપાત્ર રીતે સ્કોર્પીયો અને બોલેરો ગાડીને તસ્કરો વધારે પ્રમાણમાં નિશાન બનાવતા હોવાથી આ વાહન તથા વાહનોમાં જી.પી.એસ સિસ્ટમ લગાડવા, વાહનને કેમેરા નીચે ઉભુ રાખવાતથા યોગ્ય રીતે લોક કરવા પણ આ જાહેર કરાયેલા આ ચોપાનીયામાં જણાવવામાં આવ્યુ છે.સાઈબર’ ક્રાઈમ સંલગ્ન ગુના અટકાવવા મોબાઈલમાં આવતી અજાણી લીંક ન’ ખોલવા તથા માંગેલી માહિતી’ ન ભરવા, અજાણ્યા નંબરનો વિડીયો કોલ ન ઉપાડવા, તથા વિડીયો કોલ દરમ્યાન કોઈ પણ અસભ્ય અને અયોગ્ય માંગણી’ ન પુરી કરવા, કેટલાક તત્વો ધ્વારા વિડીયો કોલ દરમ્યાન સ્કીન રેકોડીંગ કરી’ બ્લેકમેલીંગ કે ધમકી આપવામાં આવે છે.’ આવા સમયે નિ:સંકોચ પણે પોલીસની મદદ લેવા પણ અપીલ કરાઈ હતી.એ ડિવિઝન પી.આઈ. ડી.એમ. ઝાલાના માર્ગદર્શન કર્મચારીઓ લોકોને જાગૃત કરવા માટે વિભિન્ન સ્થળોએ’ આ’ ‘ચોપાનીયા વિતરણ કરવા સાથે દિવાલમાં પણ ચોટાડયા હોવાનુ પોલીસે જણાવ્યું હતું.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *