
ગાંધીધામમાં મોબાઈલ ફોનની ચીલઝડપ કરતા ૪ આરોપીને શહેર એ-ડિવિઝન પોલીસે દબોચી લીધા હતા. નેત્રમની મદદથી સપનાનગર ચોકડી પાસે બે બાઈક સવારને અટકાવાયા હતા. જેની પૂછતાછમાં ગુનાનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે હરેશ રામજીભાઈ વાઘેલા, શૈલેષભાઈ ભગવાનભાઈ વાઘેલા, રોહિત ઉર્ફે વિપુલ વિનોદ પરમાર અને હરેશભાઈ અમરતભાઈ પંડ્યાની ધરપકડ કરી છે. જેઓ પાસેથી ૭૦ હજારના પાંચ મોબાઈલ અને ૪૦ હજારની બે બાઈક મળી કુલ ૧૧૦ લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. આરોપીઓ સાંજે અને રાત્રિના સમયે મોટર સાયકલમાં આવી ફોન પર વાત કરનારાઓના મોબાઈલ ઝૂટવી નાસી જતા હતા.