
સુરત :
21 ફેબ્રુઆરી 2021ના રોજ વેલંજા પ્રાથમિક શાળામાં મતદાનની પ્રક્રિયા ચાલતી હતી. બિટીપીનાં કાર્યકર જેકિશનભાઇ વસાવા તેમની મારૂતિવાનમાં તેમના બે દિકરા જેનીશકુમાર, જશપ્રિત, બીજા કાર્યકર અંકિત ગામીત, સાગર રાઠોડ અને કિરણ ગામીત વગેરે વેલંજાનાં ચાર રસ્તા પાસે સ્કૂલ તરફ જતા હતાં. ત્યારે રોડની બાજુમાં વાનમાં બેસી તેમનાં મહોલ્લાનાં માણસોને સ્લીપ વહેંચણી કરતા હતા. સાંજે રંગોલી ચોકડી તરફથી 50થી 60 બાઇક અને કારમાં જય સરદાર લખેલી પીળી ટોપી પહેરેલા અલ્પેશ કથીરીયા સહિત 150થી 200 પાસનાં કાર્યકરો આવ્યા હતાં.
વાનમાં બેઠેલા સાગરભાઇ રાઠોડે તેનાં મોબાઇલમાં વીડિયો ઉતારતો હતો. તે જોતા ટોળાએ મારૂતિવાનને ઘેરી વિડિયો કેમ ઉતારો છો ? તેમ કહી ગાળો આપી કોણ છો એમ પુછતા, અમે છોટુભાઇ વસાવાનાં માણસો છે. તેમ જણાવ્યું હતું. તેમ કહેતા તમે આદિવાસી નહીં સુધરો કોણે બોલાવેલા છે? તમને જીવતા સળગાવી દઇશું, તથા જાનથી મારી નાંખીશું. તેમ કહી લાકડાનાં ફટકા અને પથ્થરોથી મારતા જેકિશનભાઇને ઇજા પહોંચી હતી. અંકિતને હાથ પકડી બહાર ફેંકી પેન્ટનાં ખીસ્સામાથી 2000 રૂ કાઢી લીધા હતાં. જેકિશનભાઇની સોનાની ચેન આંચકી ચશ્મા તોડી નાંખ્યા હતા. કિરણ ગામીત ખિસ્સામાંથી 1000 રૂપિયા કાઢી લીધા હતા. વિડિયો ઉતારનાર સાગરનો મોબાઇલ આંચકી લઇ જાતિ વિષયક ગાળો આપી મારમાર્યો હતો. જેકિશનભાઇ વસાવાએ અલ્પેશ કથીરીયા તથા અજાણ્યા સામે એટ્રોસીટી એકટ મુજબ કામરેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
જિલ્લા એસોજીના પીઆઈએ શનિવારની મોડી રાત્રે સુરતથી અલ્પેશ કથિરીયાની ધરપકડ કરી હતી અને પૂછતાછ શરૂ કરી છે.