IAS Officer Ashok Khemka : સિનિયર IAS ઓફિસર અશોક ખેમકાની ઇમાનદારીના કારણે 34 વર્ષની નોકરીમાં 57 વખત બદલી, આ IAS ઓફિસર આજે થશે રિટાયર્ડ

IAS Officer Ashok Khemka : સિનિયર IAS ઓફિસર અશોક ખેમકાની ઇમાનદારીના કારણે 34 વર્ષની નોકરીમાં 57 વખત બદલી, આ IAS ઓફિસર આજે થશે રિટાયર્ડ

AS Officer Ashok Khemka
AS Officer Ashok Khemka

IAS Officer Ashok Khemka : સિનિયર IAS ઓફિસર અશોક ખેમકાને તેમની ઈમાનદારી માટે ઓળખવામાં આવે છે. કદાચ આ જ ઈમાનદારીના કારણે અશોક ખેમકાને પોતાના 34 વર્ષના કરિયરમાં 57 વખત બદલી ભોગવવી પડી છે. ત્યારે હવે આ IAS અધિકારી બુધવારે એટલે કે આજે નિવૃત્ત થવા જઈ રહ્યા છે. જણાવી દઈએ કે, 1991 બેચના આ IAS ઓફિસર ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના એડિશનલ ચીફ સેક્રેટરીના પદ પરથી નિવૃત્ત થશે. તેમને ડિસેમ્બર 2024માં તેમની વર્તમાન પોસ્ટ પર ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

IAS Officer Ashok Khemka : હરિયાણા કેડરના આ IAS અધિકારી વર્ષ 2012માં ચર્ચામાં આવ્યા હતા, જ્યારે તેમણે કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રા સાથે સંબંધિત ગુરુગ્રામ જમીન સોદાનું મ્યુટેશન રદ કરી દીધું હતું. જણાવી દઈએ કે, મ્યુટેશન જમીનના એક ટુકડાના સ્વામિત્વને હસ્તગત કરવાની પ્રોસેસનો એક ભાગ છે.

IAS Officer Ashok Khemka : 30 એપ્રિલ, 1965ના રોજ કોલકાતામાં જન્મેલા અશોક ખેમકાએ 1988માં IIT ખડગપુરથી કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જીનિયરીંગમાં બેચલર ઓફ ટેક્નોલોજીની ડિગ્રી પ્રાપ્ત કરી છે. ત્યારબાદ ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ (TIFR) ખાતેથી કમ્પ્યુટર સાયન્સમાં PhD અને બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એન્ડ ફાઇનાન્સમાં MBA કર્યું હતું. સાથે જ સર્વિસ દરમિયાન તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી LLBનો અભ્યાસ પણ પૂરો કર્યો હતો.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *