BHUJ-MUMBAI : ભુજ-મુંબઈ વચ્ચે 10 મેથી વધુ એક ફ્લાઈટને મળી મંજૂરી

BHUJ-MUMBAI : ભુજ-મુંબઈ વચ્ચે 10 મેથી વધુ એક ફ્લાઈટને મળી મંજૂરી

BHUJ-MUMBAI
BHUJ-MUMBAI

BHUJ-MUMBAI : ગુજરાતના ભુજથી મુંબઈ સુધી મોટી સંખ્યામાં લોકોની અવજ-જવર રહે છે, ત્યારે ભુજથી મુંબઈ અને વિદેશના મુસાફરોને લઈને સારા સમાચાર સામે આવ્યા છે. ભુજથી સવારના સમયે બે ફ્લાઈટ શરૂ છે, ત્યારે બપોરના સમયે વધુ એક ફ્લાઈટ શરૂ કરવાને લઈને સ્થાનિકો અને કચ્છના સાંસદ દ્વારા લેખિત-મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. એર ઇન્ડિયાની સેવાને મળી મંજૂરી છે, ત્યારે બપોરના સમયને લઈને આગામી 10 મેથી નવી ફ્લાઇટની શરૂઆત થશે.

BHUJ-MUMBAI : ભુજ-મુંબઈ વચ્ચે સવારે બે વિમાન સેવા કાર્યરત છે. જેમાં મોટી સંખ્યામાં મુસાફરી કરતાં સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. જ્યારે બંને ફ્લાઈટ સવારના સમયે હોવાથી બપોરના સમયે ત્રીજી વિમાની સેવા શરૂ કરવાને લઈને મુસાફરોની માગ હતી. જ્યારે આ બાબતે કચ્છના સાંસદે પણ નવી ફ્લાઇટ બાબતે લેખિત-મૌખિક રજૂઆત કરી હતી. એર ઈન્ડિયા મંજૂરી આપ છે, ત્યારે બપોર બાદ હવે કચ્છથી મુંબઈ આવન-જવન થઈ શકશે.

મુંબઈ-કચ્છ વચ્ચે આગામી 10 મેથી વધુ એક વિમાન સેવા શરૂ થવાની છે. જેમાં મુંબઈથી બપોરે 12:10 વાગ્યે ફ્લાઈટ ઉપડીને બપોરે 1:35 વાગ્યે ભુજ પહોંચાડશે. જ્યારે ભુજથી પરત ફરવા માટે ભુજ એરપોર્ટથી બપોરે 2:05 વાગ્યેથી ફ્લાઈટ ઉપડીને 3:40 વાગ્યે મુંબઈ પહોંચાડશે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *