અમદાવાદ માં પતિના ત્રાસથી મહિલાઓ કર્યો આપઘાત

ગુરુવારે એક યુવતીએ સાબરમતીમાં લગાવેલી મોતની છલાંગ લગાવતા પહેલા વીડિયો બનાવ્યો અને એ દરમિયાન માતા-પિતા સાથે વાત કરી ત્યારે મા-બાપ ફોન પર આજીજી કરતા રહ્યા પણ દીકરી ન માની તે ન જ માની તેણે માતા-પિતાને પણ કહી દીધુ કે, હવે થાકી ગઈ છું હવે મારે કશું જ નથી જોઈતું. ત્યારે છેલ્લે પિતાએ પરિવાર સાથે આપઘાતની ધમકી આપી તો દીકરીએ જાણે વાત માની ગઈ હોય તેમ પાછી ફરવા તૈયાર થઈ પણ દીકરીની જીંદગી ખતમ કરવાની ઈચ્છા એટલી પ્રબળ હતી કે, માતા-પિતાની આજીજી કંઈ જ કામ ન આવી. 
એક પરિણાતાનો અંતિમ વીડિયો અને પછી માતા પિતા સાથેની વાત -ચીતનો ઓડિયો સામે આવ્યો છે. જેમાં તેના પિતા કહી રહ્યા છે કે, પરત આવી જા પણ તે પરત ન આવી તે ન જ આવી. છેલ્લે કહ્યું કે હું આવું છું અને પાણીમાં કુદી ગઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *