Highway Closed : આ હાઈવે બંધ! જવાનું ટાળજો

Highway Closed : આ હાઈવે બંધ! જવાનું ટાળજો

Highway Closed : અમદાવાદમાં છેલ્લા બે દિવસથી સતત ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદની અસર અમદાવાદ-રાજકોટ હાઈવે પર પણ જોવા મળી રહી છે.

Highway Closed : બગોદરા-સનાથલ હાઈવે પર 6થી 7 ફૂટ સુધી પાણી ભરાઈ જતાં બંને તરફનો વાહનવ્યવહાર અસ્થાયી રીતે બંધ કરવામાં આવ્યો છે. રસ્તા પર પાણીનું સ્તર વધુ હોવાથી વાહનોની અવરજવર સંપૂર્ણપણે અશક્ય બની છે.

Highway Closed : વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા વાહનચાલકોને આ માર્ગ પર જવાનું ટાળવા અપીલ કરવામાં આવી છે. સાથે જ વૈકલ્પિક ડાયવર્ઝન રૂટ જાહેર કરવામાં આવ્યા છે. મુસાફરી પહેલાં ટ્રાફિક અપડેટ તપાસીને જ પ્રવાસ કરવો અને તંત્રની સૂચનાઓનું પાલન કરવું.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *