HEAVY RAIN IN SURAT : ભારે વરસાદના પગલે સુરતના સીમાડા ખાડીનું પાણી ઘરોમાં ઘૂસ્યું, ડાયમંડ સિટી બન્યું બીચ સિટી

HEAVY RAIN IN SURAT : ભારે વરસાદના પગલે સુરતના સીમાડા ખાડીનું પાણી ઘરોમાં ઘૂસ્યું, ડાયમંડ સિટી બન્યું બીચ સિટી

HEAVY RAIN IN SURAT
HEAVY RAIN IN SURAT

સુરતમાં ગતરોજ (23 જૂન) બપોર બાદ વરસાદે વિરામ લીધા હતો. જોકે, રાત્રિના બે વાગ્યા બાદ ફરી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. 24 જૂનની સવારે 4 વાગ્યાથી 6:00 વાગ્યા સુધીમાં સુરતમાં વધુ ચાર વરસાદ ખાબક્યો હતો. તો 6ઃ00 વાગ્યાથી 8ઃ00 વાગ્યા સુધીમાં 1 ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના પગલે સુરતના નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણથી લઈને ગળા સુધી પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાવાની સ્થિતિના કારણે સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. તો બીજી તરફ પાણીમાં ફસાયેલા લોકોનું તંત્ર દ્વારા ટ્રેક્ટર અને બોટ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે.

HEAVY RAIN IN SURAT : SMCના ‘સ્માર્ટ વર્ક’થી સ્માર્ટ સિટીની ગલીએ ગલીએ પાણી ભરાયેલા જોવા મળી રહ્યાં છે. ડાયમંડ સિટી જાણે બીચ સિટી બન્યુ હોય તેવુ હાલ લાગી રહ્યું છે. શહેરના દૃશ્યો જોતા લાગે છે કે, સુરતીઓને માલદીવ્સ જવાની જરૂર નથી​!​​​​​​
વરસાદે સુરતની ‘સૂરત’ બગાડી, ઓર્ચિડ ઇલાઇટ રેસિડેન્સીની દીવાલ ધરાશાયી

સુરત જિલ્લાની વરસાદની આંકડાકીય માહિતી

ઓલપાડ: 127 મિમી
માંગરોળ: 80 મિમી
ઉમરપાડા: 46 મિમી
માંડવી: 88 મિમી
કામરેજ: 272 મિમી
સુરત સિટી: 346 મિમી
ચોર્યાસી: 108 મિમી
પલસાણા: 208 મિમી
બારડોલી: 167 મિમી
મહુવા: 70 મિમી
ઝોન પ્રમાણે વરસાદની આંકડાકીય માહિતી

સેન્ટ્રલ ઝોન: 346 મિમી
રાંદેર ઝોન: 296 મિમી
કતારગામ: 285 મિમી
વરાછા એ: 409 મિમી
વરાછા બી: 391 મિમી
અઠવા ઝોન: 96 મિમી
ઉધના ઝોન: 129 મિમી
લિંબાયત: 228 મિમી

HEAVY RAIN IN SURAT -1
HEAVY RAIN IN SURAT -1

વિયર કમ કોઝવેની સપાટીઃ 6.095 મીટર
56,747 ક્યુસેક ડિસ્ચાર્જ

ઉકાઈ ડેમ સપાટીઃ 315.43 ફૂટ
ઇન્ફલો- 800 ક્યુસેક
ડિસ્ચાર્જ- 800 ક્યુસેક
આજનું રૂલ લેવલ- 321 ફૂટ

HEAVY RAIN IN SURAT -2
HEAVY RAIN IN SURAT -2

HEAVY RAIN IN SURAT : સુરતના સીમાડા વિસ્તારમાં આવેલી વાલમનગર સોસાયટીમાં પાણી ભરાયા છે. વાલમનગર સોસાયટીમાં પાણી ઘૂસી જતા ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યૂની કામગીરી હાથ ધરાઈ છે. ફાયરની ટીમ દ્વારા બોટ મારફતે ડોક્ટરોની ટીમ સોસાયટીમાં રવાના કરાઈ છે. સોસાયટીમાં ટ્રેક્ટર તેમજ બોટથી અસરગ્રસ્ત લોકોનુ રેસ્ક્યૂ કરાયું છે. સોસાયટીમાં રહેલી દુકાનો અને મકાનમાં પાણી ઘૂસ્યા છે. છાતી સમા પાણીમાંથી લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.

સુરતમાં અવધપુરી સોમેશ્વર ગાર્ડન પાસેના વિસ્તારમાં સોસાયટીઓમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી. બે ફૂટ કરતા વધારે પાણી ભરાઈ જતા લોકો વાહન લઇને પોતાની ઘરની બહાર નીકળી શકે તેવી સ્થિતી નથી.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *