Heavy Rain Forecast : રાજ્યમાં આગામી 6 દિવસ કડાકા-ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી, 15થી વધુ જિલ્લામાં એલર્ટ

Heavy Rain Forecast : રાજ્યમાં આગામી 6 દિવસ કડાકા-ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી, 15થી વધુ જિલ્લામાં એલર્ટ

Heavy Rain Forecast : રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 6 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આગામી 7 જુલાઈ સુધી ગાજવીજ અને પવન ફૂંકાવવાની સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 15 જેટલાં જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.

Heavy Rain Forecast : 2 જુલાઈની આગાહી

હવામાન વિભાગ મુજબ, 2 જુલાઈના રોજ સુરત, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, તાપી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, રાજકોટ, વડોદરા, છોટા ઉદેપુર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Heavy Rain Forecast : 3 જુલાઈની આગાહી

રેડ એલર્ટ: તાપી, ડાંગ, નવસારી, વલસાડ.

ઓરેન્જ એલર્ટ: અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત.

યલો એલર્ટ: રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર.

Heavy Rain Forecast : 4 જુલાઈની આગાહી

રેડ એલર્ટ: તાપી, ડાંગ, નર્મદા.

ઓરેન્જ એલર્ટ: અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, છોટા ઉદેપુર, વલસાડ.

યલો એલર્ટ: જૂનાગઢ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *