હાર્દિક પટેલના વતન વિરમગામમાં કોંગ્રેસનો રકાસ, નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનું ખાતું પણ ખુલ્યું નહીં

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓનાં પરિણામે કોંગ્રેસ માટે આંચકારૂપ છે, અને આ જ પ્રકારે 2015માં પાટીદાર આંદોલન કરી BJP માટે પડકાર બનેલા અને પાછળથી કોંગ્રેસમાં જોડાયેલા હાર્દિક પટેલનાં વતન વિરમગામ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનું ખાતું પણ ખુલ્યું નથી. વિરમગામ નગરપાલિકાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મિશન 22 અભિયાન ચલાવવામાં આવ્યું હતું. 
વિરમગામ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનું મિશન 22 સફળ રહ્યું અને ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે. વોર્ડ-2, 3 મા 1-1 અપક્ષ અને 4 , 5 અને 9 વોર્ડમા અપક્ષોએ મેદાન માર્યુ છે. જ્યારે બાકીના તમામ વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો વિજય થયો છે. 
વિરમગામ નગરપાલિકાની ચૂંટણીમાં જનતા એ સ્પષ્ટ જનાદેશ આપતા વિરમગામ નગરનો હવે વિકાસ થશે તેવી આશા નગરજનો રાખી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલના વતનમાં કોંગ્રેસને વિરમગામ નગરપાલિકાની એક પણ બેઠક ન મળતા કોંગ્રેસમાં સોંપો પડી ગયો છે.અત્રે ઉલ્લેખનિય છે કે કોંગ્રેસ છોડીને BJPમાં જોડાયેલા વિરમગામના પૂર્વ ધારાસભ્ય તેજશ્રી બહેન પટેલે મતદાનના દિવસે હાર્દિક પટેલને નિશાન બનાવીને શાબ્દિક કટાક્ષો પણ કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે હાર્દિક પટેલ કોંગ્રેસને મત આપી શક્યા નથી. કારણ કે, હાર્દિક પટેલે વિરમગામમાં જ્યાં મતદાન કર્યું, ત્યાં કોંગ્રેસના ઉમેદવાર જ નથી. વિરમગામ નગરપાલિકા વોર્ડ નંબર 2માં ભાજપ-અપક્ષની પેનલ છે.વિરમગામ નગરપાલિકાની ચૂંટણીમાં જનતા એ સ્પષ્ટ જનાદેશ આપતા વિરમગામ નગરનો હવે વિકાસ થશે તેવી આશા નગરજનો રાખી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલના વતનમાં કોંગ્રેસને વિરમગામ નગરપાલિકાની એક પણ બેઠક ન મળતા કોંગ્રેસમાં સોપો પડી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *