GYASUDDIN SHAIKH AHMEDABAD : ચંડોળા તળાવ ડિમોલિશનની કામગીરીથી ઘરવિહોણા બનેલા ભારતીયો માટે ગ્યાસુદ્દીન શેખે સરકાર પાસે કરી માંગ

GYASUDDIN SHAIKH AHMEDABAD : પહેલગામ આતંકવાદી હુમલા (pahalgam terror attack) બાદ ગુજરાતમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકો સામે સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીના ભાગરુપે અમદવાદમાં (Ahmedabad)પણ ગેરકાયદેસર રહેતા નાગરિકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં અમદાવાદ પોલીસે ચંડોળા તળાવ વિસ્તારમાંથી બે દિવસમાં પોલીસે 890 શંકાસ્પદ લોકોને ડિટેઇન કર્યા હતા જેમાંથી 143 લોકો બાંગ્લાદેશી હોવાની ઓળખ થઈ હતી. ત્યારે સરકારે આ બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની કાર્યવાહી સાથે સાથે તેમના દ્વારા જે અહીં જે આડેધડ ગેરકાયદે બાંધકામો ખડકી દેવાયા છે તેને પણ ધ્વસ્ત કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આજે ચંડોળા તળાવ વિસ્તારમાં આવેલા 3 હજારથી વધારે કાચા-પાકા મકાન અને ઝૂંપડ પટ્ટીનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે અહીં રહેતા લોકોએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા જો કે કોર્ટે પણ તેમની અરજી ફગાવી દેતા હવે ચંડોળા તળાવ ડિમોલિશનની કામગીરી અટકશે નહીં ત્યારે આ કાર્યવાહી મામલે કોંગ્રેસના નેતા ગ્યાસુદ્દીન શેખનું નિવેદન સામે આવ્યું છે.
GYASUDDIN SHAIKH AHMEDABAD : ગ્યાસુદ્દીન શેખે અમદાવાદ ક્રાઈમ દ્વારા વિદેશી નાગરિકો સામે જે કાર્યવાહી કરવામાં આવી તેને આવકારી હતી. આ સાથે તેમણે માંગણી કરી છે કે, તાત્કાલિક આ બાંગ્લાદેશીઓને મોકલી દેવામા આવે, તેમને એવી રીતે મોકલવામા આવે કે તેઓ પાછા ન આવી શકે.કોઈ પણ દસ્તાવેજની ચકાસણી કર્યા વગર તાત્કાલિક ડિમોલેશનની કામગીરી કરવામા આવે તેવી માંગ કરી હતી. વધુમાં તેમણે કહ્યું કે આવા લોકોના આકાઓ તેમને જે શરણ આપતા હોય લાઈટ આપતા હોય જે ભાડુ ઉઘરાવતા હોય, ખોટા પુરાવાઓ આપતા હોય તેવા લલ્લુ બિહારી જેવા લોકોની સામે પગલા લેવાય તેની સામે કોઈને જરાપણ વાંધો હોઈ શકે નહીં.
GYASUDDIN SHAIKH AHMEDABAD : વધુમા તેમણે કહ્યુ કે, 600 લોકોને ક્રાઈમ બ્રાન્ચે ભારતીય નાગરિક તરીકે સ્વાકારીને મુક્ત કર્યા ત્યારે તેમના મકાન તોડવાની ક્યાં જરુર હતી ? તેમના મકાનો સુપ્રમિ કોર્ટની ગાઈડલાઈન મુજબ 2010 ના જેમની પાસે પુરાવા હોય તેમને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા પછી તેમના મકાનો તોડી શકાતા હોય છે. ચંડોળા તળાની પાસે રહેનારા લોકો જેમની પાસે 2010 ના દસ્તાવેજો હોય તેમના માટે રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરી છે. તેમજ તાત્કાલિક ધોરણે તેમના માટે રાહત શિબિર બનાવવાની માંગ કરી છે.