FRAUD IN LIMBASI : માતર તાલુકાના લીંબાસીના વ્યક્તિ સાથે શેરબજારમાં રોકાણ કરાવી 1.37 લાખની ઠગાઈ

FRAUD IN LIMBASI : માતર તાલુકાના લીંબાસીના વ્યક્તિ સાથે શેરબજારમાં રોકાણ કરાવી 1.37 લાખની ઠગાઈ

FRAUD IN LIMBASI
FRAUD IN LIMBASI

FRAUD IN LIMBASI : માતર તાલુકાના લીંબાસીના ઈસમને શેર બજારમાં રોકાણ કરી ત્રણ ગણો નફો કમાવવાની લાલચ આપી ગઠિયાએ રૂ.૧,૩૭,૦૦૦ ના આપી છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે લીંબાસી પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
માતર તાલુકાના લીંબાસીમાં રહેતા મયુરભાઈ રબારીને શેર બજારમાં અંદાજિત રૂપિયા સવા એક લાખનું નુકસાન થયું હતું. નુકસાન રિકવર કરવા ટેલિગ્રામ ગુ્રપમાં મેમ્બર બન્યા હતા. દરમિયાન અજાણ્યા નંબર ઉપરથી તેમના ફોન પર વોટ્સએપથી અજાણી વ્યક્તિએ વાત કરી હતી.

FRAUD IN LIMBASI : આ વ્યક્તિએ શેર બજારમાં દુકાનમાં સીસીટીવી ક્રિપ્ટોનમાં પૈસાનું રોકાણ કરી તમારા પૈસા એક દિવસમાં ત્રણ ગણા કરી આપીશું તેવી લોભામણી વાતો કરી વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ સામાવાળી વ્યક્તિએ યુપીઆઈ કોડ મોકલી એકાઉન્ટ વેરિફિકેશનના નામે અલગ અલગ સમયે કુલ રૂ.૧,૩૭,૦૦૦ ટ્રાન્સફર કરાવી લીધા હતા. ત્યારબાદ તમે રૂપિયા છ લાખ જીત્યા છો નો સ્ક્રીનશોટ મોકલી ત્રણ દિવસમાં પૈસા જમા થઈ જશે. પરંતુ પૈસા જમા ના થતા ગઠિયો સર્વર ડાઉન છે તેવા બહાના બતાવતો હતો. આ બાબતે જે તે સમયે મયુરભાઈ રબારીએ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ઉપર ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગે મયુરભાઈ રબારીની ફરિયાદ આધારે લીંબાસી પોલીસે અજાણ્યા મોબાઈલ નંબર ધારક સામે આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *