Gujarat Weather Updates : ગુજરાતમાં મેઘમહેરની આગાહી, 21 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

Gujarat Weather Updates : ગુજરાતમાં મેઘમહેરની આગાહી, 21 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

Gujarat Weather Updates : ભારતીય હવામાન વિભાગ (IMD), અમદાવાદ દ્વારા 18 સપ્ટેમ્બર 2026ના રોજ બપોરે 1 વાગ્યે આગામી ત્રણ કલાક માટે નાઉકાસ્ટ આગાહી જાહેર કરવામાં આવી છે. આગાહી મુજબ ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ અને તોફાની પવનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Gujarat Weather Updates : ઓરેન્જ એલર્ટ: આણંદ, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા-નગર હવેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, અમરેલી અને બોટાદ સહિતના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ વરસાદની શક્યતા છે. સાથે 41થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને વીજળી પડવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે.

Gujarat Weather Updates : યલો એલર્ટ: સાબરકાંઠા, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં હળવા વરસાદ સાથે પવન અને ગાજવીજની શક્યતા છે.

Gujarat Weather Updates : હવામાન વિભાગે નાગરિકોને વરસાદ અને ગાજવીજની સ્થિતિ દરમિયાન સાવચેતી રાખવા તથા જરૂરી સલામતીના પગલાં લેવા અપીલ કરી છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *