Gujarat Rains : 24 કલાકમાં 245 તાલુકામાં વરસાદ, આગામી 4 દિવસ વરસાદની આગાહી

Gujarat Rains

Gujarat Rains : આગામી 4 દિવસ વરસાદની આગાહી

Gujarat Rains : રાજ્યમાં મેઘમહેર યથાવત રહી છે. છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યના 245 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો.

Gujarat Rains : રાજ્યમાં મેઘમહેર યથાવત રહી છે. છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યના 245 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં પાટણના સાંતલપુરમાં 6.5 ઇંચ, કોડટાસાંગાણી અને માણસામાં 6 ઇંચ વરસાદ થયો હતો. જ્યારે અબડાસા, સુઇગામ, ઉપલેટા, ખંભાળિયા અને તલોદમાં 5 ઇંચ જેટલો વરસાદ થયો હતો.

Gujarat Rains : 24 કલાકમાં 245 તાલુકામાં વરસાદ, આગામી 4 દિવસ વરસાદની આગાહી

Gujarat Rains : તો જુનાગઢના વંથલી અને દહેગામમાં ચાર-ચાર ઇંચ, ગોંડલ, બરવાળા, ચોટીલા, ગઢડા, કેશોદ, નડીયાદ , કેશોદ, રાપર, પ્રાંતિજ અને કડીમાં ત્રણથી 3.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે રાજ્યના 81 તાલુકાઓમાં એકથી અઢી ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો.

Gujarat Rains : બીજી તરફ વરસાદને કારણે રાજ્યના 22 જળાશયો સંપૂર્ણ છલકાઇ ગયા છે. જે પૈકી 15 જળાશયો સૌરાષ્ટ્રમાં આવેલા છે. હાલ રાજ્યના અન્ય 207 ડેમમાં 46.57 ટકા જેટલો પાણીનો જથ્થો છે.

Gujarat Rains : આ સાથે હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યભરમાં આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની શકયતા છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગરમાં ભારેથી અતીભારે વરસાદ વરસવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *