Ahmedabad : મીઠાખળીમાં મકાન ધરાશાયી, બાળકી સહિત ત્રણનો બચાવ, એકનું મોત

Ahmedabad : અમદાવાદના મીઠાખળીમાં ત્રણ માળના મકાનનો કેટલોક હિસ્સો ધરાશાયી, બાળકી સહિત ત્રણનો બચાવ, એકનું મોત

Ahmedabad : અમદાવાદના મીઠાખળીમાં મોટી દુર્ઘટના સર્જાઇ હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના મીઠાખળીમાં ત્રણ માળના મકાનનો કેટલોક હિસ્સો ધરાશાયી થયો હતો. દુર્ઘટનામાં ચાર લોકો દટાયા હતા. જેમાં એક બાળકી સહિત ત્રણ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે એકનું મોત થયું હતું. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવની કામગીરી શરૂ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *