
Gujarat News ગુજરાતમાં વાહનો પર જાતિ-ધર્મ દર્શાવતા લખાણો પર પ્રતિબંધની જોગવાઈ: પાટીદાર, રાજપૂત, હિન્દુ સહિતનાં લખાણો હવે નહીં ચાલે!
Gujarat News ગુજરાત સરકારે ખાનગી વાહનો પર જાતિ કે ઓળખ દર્શાવતા લખાણો અને ચિહ્નો અંગે નવા નિયમો જાહેર કર્યા છે. નવા સુધારા મુજબ ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, કાર, બસ અને ટ્રક સહિતનાં ખાનગી વાહનો પર જાતિ દર્શાવતા શબ્દો, ચિહ્નો, આકૃતિઓ કે લખાણો લગાવવા પર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે.
Gujarat News રાજ્યના બંદરો અને વાહન-વ્યવહાર વિભાગ દ્વારા ‘ગુજરાત મોટર વાહન (ત્રીજો સુધારો) નિયમો, 2026’ જાહેર કરવામાં આવ્યા છે. આ માટે મોટર વાહન નિયમોના નિયમ 125 અને 138માં સુધારો કરવામાં આવ્યો છે. નવા નિયમ મુજબ સરકારની સામાન્ય અથવા વિશેષ મંજૂરી સિવાય ખાનગી વાહનો પર જાહેરાતનાં ઉપકરણો, જાતિ દર્શાવતાં ચિહ્નો કે અન્ય લખાણો પ્રદર્શિત કરી શકાશે નહીં.
Gujarat News આ સુધારાના મુસદ્દા 11 જૂન, 2026ના રોજ રાજપત્રમાં પ્રસિદ્ધ કરી 30 દિવસમાં વાંધા અને સૂચનો મંગાવવામાં આવ્યા હતા. નિર્ધારિત સમયગાળામાં કોઈ વાંધો કે સૂચન ન મળતાં સરકારે અંતિમ નિયમો જાહેર કર્યા છે.
Gujarat News આ નિર્ણયથી વાહનો પર જાતિ આધારિત ઓળખ દર્શાવતા લખાણોના ઉપયોગ પર કાયદાકીય નિયંત્રણ લાગુ પડશે. જોકે, સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવેલા અપવાદોને આ નિયમમાંથી છૂટ મળી શકશે.
