
US China Russia વિશ્વની નજર મહાસત્તાઓના નેતાઓ પર!
US China Russia શેનઝેનમાં APEC સમિટ દરમિયાન ત્રણેય દેશોના રાષ્ટ્રપતિઓ મળશે; પરમાણુ શસ્ત્રોમાં ઘટાડો અને વૈશ્વિક શાંતિ સહિતના મુદ્દાઓ પર થશે ચર્ચા

US China Russia ચીનના શેનઝેનહેરમાં આજે ગુરુવાર, 19 નવેમ્બરના રોજ અમેરિકા, ચીન અને રશિયાના રાષ્ટ્રપતિઓ વચ્ચે ઐતિહાસિક ત્રિપક્ષીય બેઠક યોજાવા જઈ રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન એકસાથે બેઠક કરશે. વિશ્વની ત્રણ અગ્રણી મહાસત્તાઓના નેતાઓની આ પ્રથમ ત્રિપક્ષીય બેઠક હોવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચર્ચા જાગી છે.
શેનઝેનમાં યોજાઈ રહેલી એશિયા-પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન (APEC) સમિટમાં ભાગ લેવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ ચીન પહોંચ્યા છે. તેમના આગમન સમયે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પ્રોટોકોલથી અલગ રીતે તેમનું સ્વાગત કર્યું હતું. બુધવારે ત્રણેય નેતાઓએ સ્વાગત કાર્યક્રમ દરમિયાન મુલાકાત કરી એકબીજા સાથે શુભેચ્છાઓનું આદાનપ્રદાન પણ કર્યું હતું.
US China Russia પરમાણુ શસ્ત્રો અને વૈશ્વિક શાંતિ મુખ્ય મુદ્દા
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ બેઠકમાં વિશ્વભરમાં પરમાણુ શસ્ત્રોના જથ્થામાં ઘટાડો કરવા અંગે ચર્ચા કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આ ઉપરાંત વૈશ્વિક સુરક્ષા, આંતરરાષ્ટ્રીય સંબંધો અને વિવિધ સંઘર્ષો જેવા મુદ્દાઓ પણ ચર્ચાના કેન્દ્રમાં રહેવાની શક્યતા છે.
યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અંગે પણ ચર્ચા થશે કે નહીં તે મુદ્દે અગાઉ અલગ-અલગ સંકેતો મળ્યા હતા. અમેરિકી અધિકારીઓના અગાઉના નિવેદનો મુજબ યુક્રેન યુદ્ધ આ ત્રિપક્ષીય બેઠકના મુખ્ય એજન્ડામાં સામેલ થવાની અપેક્ષા નહોતી.
US China Russia APEC સમિટની વિશેષ થીમ
ચીન 12 વર્ષ બાદ ત્રીજી વખત APEC શિખર સંમેલનનું આયોજન કરી રહ્યું છે. આ વર્ષની સમિટની થીમ ‘સાથે મળીને સમૃદ્ધ થવા માટે એશિયા-પેસિફિક સમુદાયનું નિર્માણ’ રાખવામાં આવી છે. આ સમિટનો હેતુ એશિયા-પેસિફિક ક્ષેત્રમાં સામૂહિક વિકાસ, આર્થિક સહયોગ અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો છે.
વિશ્વમાં ચાલી રહેલા વિવિધ રાજકીય, આર્થિક અને સુરક્ષાના પડકારો વચ્ચે યોજાનારી આ બેઠકના પરિણામો પર સમગ્ર વિશ્વની નજર મંડાયેલી છે. ત્રણેય મહાસત્તાઓના નેતાઓ વચ્ચેની ચર્ચા વૈશ્વિક રાજદ્વારી સંબંધો અને ભવિષ્યની આંતરરાષ્ટ્રીય નીતિઓ માટે મહત્ત્વપૂર્ણ બની શકે છે.
