gujarat heavy rain ગુજરાતમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી: 13 જિલ્લામાં રેડ એલર્ટ, જરૂરી કામ વગર બહાર ન નીકળવા અપીલ

gujarat heavy rain ગુજરાતમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી: 13 જિલ્લામાં રેડ એલર્ટ, જરૂરી કામ વગર બહાર ન નીકળવા અપીલ

gujarat heavy rain ગાંધીનગર: હવામાન વિભાગે ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરતા રાજ્યભરમાં વહીવટી તંત્રને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. 31 જુલાઈથી 2 ઑગસ્ટ દરમિયાન સુરત, વડોદરા, અમદાવાદ, ભાવનગર, ભરુચ, આણંદ, નર્મદા, તાપી, ડાંગ, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિત 13 જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

gujarat heavy rain ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રભાવિત જિલ્લાઓના કલેક્ટર અને વરિષ્ઠ અધિકારીઓ સાથે આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.

સમીક્ષા બાદ અસરગ્રસ્ત જિલ્લાઓના તમામ અધિકારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દરેક જિલ્લામાં 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ શરૂ રાખવા તેમજ એક વર્ગ-1 અધિકારીને સતત દેખરેખ માટે નિયુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સંવેદનશીલ વિસ્તારોમાં જરૂરિયાત મુજબ NDRF અને SDRFની ટીમો તૈનાત રાખવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત કોઈપણ કટોકટીની સ્થિતિમાં રાહત અને બચાવ કામગીરી માટે આર્મી, નેવી અને એરફોર્સને પણ સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા છે.

gujarat heavy rain રાહત કમિશનરે જિલ્લા તંત્રને જોખમી હોર્ડિંગ્સ, બેનરો અને સાઇનબોર્ડ્સ તાત્કાલિક દૂર કરવા તેમજ જર્જરિત મકાનો અને જોખમી બાંધકામો સામે જરૂરી સુરક્ષા પગલાં લેવા નિર્દેશ આપ્યા છે. વરસાદની સ્થિતિ અંગે નાગરિકોને સમયસર અને સચોટ માહિતી મળે તે માટે મીડિયા સાથે સતત માહિતી વહેંચવાની પણ સૂચના આપવામાં આવી છે.

રાજ્યના નાગરિકોને આગામી દિવસોમાં અત્યંત જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને વિશેષ સાવચેતી રાખવા અને વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા પણ જણાવાયું છે.

gujarat heavy rain : આ દરમિયાન અમદાવાદ અને વડોદરામાં 31 જુલાઈ, 2026ના રોજ તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓ તેમજ કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. અન્ય જિલ્લાઓમાં સ્થાનિક પરિસ્થિતિને આધારે કલેક્ટરો જરૂરી નિર્ણય લેશે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *