E-20 પેટ્રોલ અંગે કેન્દ્રનો મોટો ખુલાસો, BS-3 વાહનોમાં રબર પાર્ટ્સને થઈ શકે અસર

E-20 પેટ્રોલ અંગે કેન્દ્રનો મોટો ખુલાસો, BS-3 વાહનોમાં રબર પાર્ટ્સને થઈ શકે અસર

E-20 નવી દિલ્હી: કેન્દ્ર સરકારે પહેલીવાર રાજ્યસભામાં સ્વીકાર્યું છે કે BS-3 વાહનોમાં E-20 ઇથેનોલ મિશ્રિત પેટ્રોલનો ઉપયોગ કરવાથી કેટલાક રબર પાર્ટ્સ અને ગાસ્કેટ પર અસર પડી શકે છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ રાજ્યસભામાં આ માહિતી આપી હતી.

E-20 ગડકરીએ જણાવ્યું કે E-20 પેટ્રોલના ઉપયોગથી વાહનના એન્જિનમાં કોઈ મોટા ફેરફાર કરવાની જરૂર પડતી નથી. જો રબર પાર્ટ્સ અથવા ગાસ્કેટ પર અસર થાય તો તેને સરળતાથી બદલી શકાય છે.

આ પણ જુવો : રાજકોટના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી પ્રાઇમ આંગડિયા પેઢીમાં હથિયારધારી બે શખ્સોએ લૂંટ ચલાવી રોકડ ભરેલા થેલા લઈને ફરાર

E-20 સરકારના જણાવ્યા મુજબ વર્ષ 2005થી 2016 દરમિયાન ઉત્પાદિત BS-3 વાહનોમાં E-20 પેટ્રોલની અસર જોવા મળી શકે છે. જોકે, આ અસર મુખ્યત્વે રબર આધારિત ઘટકો સુધી મર્યાદિત હોવાનું જણાવાયું છે.

E-20 માઇલેજ અંગે ઉઠેલા પ્રશ્નના જવાબમાં ગડકરીએ સ્પષ્ટ કર્યું કે વાહનનું માઇલેજ માત્ર ઇંધણના પ્રકાર પર આધારિત નથી. ડ્રાઇવિંગની રીત, વાહનની જાળવણી, રસ્તાની સ્થિતિ અને અન્ય પરિબળો પણ માઇલેજને અસર કરે છે.

E-20 કેન્દ્ર સરકાર દેશભરમાં ઇથેનોલ મિશ્રિત ઇંધણના ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે, જેથી પેટ્રોલિયમ પરની નિર્ભરતા ઘટે અને પ્રદૂષણમાં ઘટાડો થાય.

વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *