Gujarat Forest Department : ભિલાડ હાઈવે પર વન વિભાગનો બીટગાર્ડ રૂ.6300ની લાંચ લેતા પકડાયો

Gujarat Forest Department : ઉમરગામના ભિલાડ હાઈવે પર આવેલી વન પેદાશ ચેકપોસ્ટના બીટગાર્ડને વલસાડ જીલ્લા લાંચરૂશ્વત વિરોધી શાખાએ ગોઠવેલા છટકામાં રૂ.૬૩૦૦ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો. બીટગાર્ડે મહારાષ્ટ્રથી ટ્રકમાં અમલસાડ ખેરના લાકડા ભરી જતી ટ્રકના ચાલક પાસે ગુજરાતનો પાસ માટે નિર્ધારિત ફી કરતા ત્રણ પાસના રૂ.૭૫૦૦ લીધા બાદ રૂ.૧૨૦૦ પરત કર્યા હતા.
Gujarat Forest Department : વલસાડ જીલ્લા લાંચરૂશ્વત વિરોધી શાખાના પીઆઈ એસ.એન.ગોહિલ અને ટીમે મળેલી ફરિયાદના આધારે ભિલાડ હાઈવે પર આવેલી વન પેદાશ ચેકપોસ્ટ નજીક વોચ ગોઠવી હતી. એસીબીએ ગોઠવેલી ડીકોય ટ્રેપમાં મહારાષ્ટ્રથી અમલસાડ ખેરના લાકડા ભરી જતી ટ્રકનો ચાલકે ચેકપોસ્ટ પર ટ્રક ઉભી કરી હતી. તે વેળા ચેકપોસ્ટના બીટગાર્ડ નરેશ દાદુભાઈ ભોયા (ઉ.વ.૩૨)એ ચાલક પાસે મહારાષ્ટ્રના પાસ પરથી ગુજરાતના પાસ માટે નાણાંની માંગણી કરી હતી. જો કે નિયમ અનુસાર પ્રતિપાસના રૂ.૨૦ થતા હોય અને ત્રણ પાસના રૂ.૬૦ લેવાના હોવા છતાં ચાલક પાસે રૂ.૭૫૦૦ની માંગણી કરી હતી.
Gujarat Forest Department : બીટગાર્ડ નરેશ ભોયાએ ચાલકને રૂ.૧૨૦૦ પરત કરી દીધા હતા. નરેશ ભોયાએ નાણાં સ્વીકારતા જ એસીબીના અધિકારી દોડી જઈ તેને લાંચ લેતા પકડી પાડયો હતો. એસીબીએ લાંચીયા બીટગાર્ડની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી આદરી હતી. વન વિભાગનો કર્મચારી લાંચ લેતા પકડાયાની વાત વાયુવેગે પ્રસરી જતાં અન્ય વન કર્મચારીઓમાં ફફડાટ મચી ગયો હતો. અત્રે નોંધનીય છે કે, વલસાડ જીલ્લામાં ચાલુ વર્ષે લાંચનો પ્રથમ કેસ નોંધાયો છે.