ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપે કર્યું પ્રચાર ગીતનું લોન્ચિંગ, આપ્યો નારો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપના પ્રચારની શરૂઆત પાર્ટીના નારા સાથે કરી હતી. આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ કમલમમાં પાર્ટીના ચૂંટણી પ્રચારના નારા અને ગીતની શરૂઆત કરી હતી. પીએમ મોદીએ અભિયાનની શરૂઆત એક નવા સ્લોગન સાથે કરી હતી આપણે આ ગુજરાત બનાવ્યું છે. ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ ભાજપે ચૂંટણી પ્રચારમાં પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. ગુજરાતમાં ભાજપ સત્તા પર છે પરંતુ આ વિધાનસભા ચૂંટણીમાં પણ મહેનત સત્તા પર આવવા ભાજપ કરી રહી છે. 

ભાજપે 1995થી ગુજરાતમાં સતત છ વિધાનસભા ચૂંટણી જીતી 

ભાજપે 1995થી ગુજરાતમાં સતત છ વિધાનસભા ચૂંટણી જીતી છે. સોમવારે ગાંધીનગરમાં પાર્ટી હેડક્વાર્ટરની બહાર પાર્ટી સમર્થકો માટે ભાજપના ઝંડા અને અન્ય વસ્તુઓનું વેચાણ કરવામાં આવ્યું હતું.
ગુજરાતમાં આ વખતે ત્રિકોણીય જંગ જોવા મળી શકે છે. ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જંગમાં આમને-સામને છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કા માટે 1 ડિસેમ્બરે અને બીજા તબક્કા માટે 5 ડિસેમ્બરે મતદાન થશે. મતદાન બાદ તેનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. 

ભાજપે હજુ સુધી ઉમેદવારોની એક પણ યાદી બહાર પાડી નથી

ગુજરાતમાં ભાજપે હજુ સુધી ઉમેદવારોની એક પણ યાદી બહાર પાડી નથી. ભાજપ ટૂંક સમયમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે. નામોની યાદીને આખરી ઓપ આપવાની કામગીરી ચાલી રહી છે અને આ સંદર્ભે ભાજપ સતત મીટીંગ કરી રહી છે અને નેતાઓ પાસેથી ફીડબેક લઇ રહી છે. બીજી તરફ આમ આદમી પાર્ટીએ અત્યાર સુધી ઉમેદવારોની અગિયારમી યાદી જાહેર કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *