
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણી શકાય તેટલા જ દિવસો બાકી છે તેવામાં દરેક પક્ષ પોતાની રીતે ચૂંટણીની તૈયારી કરી રહ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે ત્યારે હવે આ યાદીમાં કોંગ્રેસ પણ આવી શકે છે. કોંગ્રેસ દ્વારા વિધનસભાની ચૂંટણી માટે મુરતિયા ગોતવાનું શરુ કરી કીધું છે અને ટૂંક સમયમાં જ કોંગ્રેસ ઉમેદવારીની જાહેરાત કરી શકે છે.
ગુજરાતમાં વિધાસનભાની ચૂંટણી માટે પચાર પ્રસાર જોરસોરથી થઇ રહ્યો છે ત્યારે કોંગ્રેસ પાર્ટી પણ પોતાના ઉમેદવારોની યાદી માટે આખરી ઓપ આપી રહી છે.વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારીની જાહેરાતના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે અને ચૂંટણી પહેલા જ ઉમેદવારીના નામની જાહેરાત કરવામાં આવશે. આ જાહેરાત દિવાળી પહેલા જ કરવામાં આવશે તેમ સૂત્રોમાંથી મળી રહી છે. કોંગ્રેસ પાર્ટી પોતાના ઉમેદવારની જાહેરાત ત્રણ કે ચાર તબબકામાં કરવામાં આવશે.

ગુજરાત કોંગ્રેસના નજીકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ કોંગ્રેસ તેની પ્રથમ યાદીમાં 50 કરતા પણ વધુ ઉમેદવારોના નામની કરશે જાહેરાત. જો કે બીજી યાદી દિવાળી તહેવાર પછી જાહેર કરશે જયારે ત્રીજી યાદી અને ચોથી યાદી ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ જાહેર કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા ઉમદેવારોની ચાર કેટેગરી નક્કી કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા ગત ચૂંટણીમાં સીટિંગ ધારાસભ્યને રિપીટ કરશે જયારે બે થી ચાર ધારાસભ્ય બદલી શકે છે.

ગુજરાતમાં ભાજપ, આમ આદમી પાર્ટી પહેલેથી જ વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર તેજ કરી દીધો છે. કોંગ્રેસ દ્વારા હજુ સુધી પ્રચાર તેજ કર્યો નથી. જો કે કોંગ્રેસ પણ હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મિશન મોડમાં કાર્ય કરી રહી છે. ગુજરાતમાં વધુ ને વધુ બેઠક મળે તે માટે પૂરતો પ્રયાસ કરી રહી છે. આજે કોંગ્રેસની એક બેઠક મળી હતી જેમાં સ્ક્રીનિંગ કમિટીની ચેરમેન રમેશ ચેન્નીથલાની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી અને આ બેઠકમાં ટૂંકમાં જ કોંગ્રેસના ઉમેદવારીની પ્રથમ યાદી જાહેર કરશે. કોંગ્રેસની પ્રથમ યાદીમાં અંદાજે 50 જેટલા ઉમેદવારો જાહેર થશે. કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં સિંગલ તેમજ બે દાવેદારોવાળી બેઠક પર ચર્ચા થઇ છે.