સુરત પૂર્વમાં હાઈવોલ્ટેજ ડ્રામાં બાદ નવો રાજકીય ખેલ – હવે કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું, ચિત્ર સ્પષ્ટ

સુરત પૂર્વની બેઠક પર હાઈવોલ્ટેજ ડ્રામાં સર્જાયો છે. પૂર્વ બેઠક પર અગાઉ આપ પાર્ટીના ઉમેદવારે હાઈવોલ્ટેજ ડ્રામાં વચ્ચે ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું હતું. ત્યાર બાદ હવે નવો રાજકીય ખેલ સામે આવ્યો છે.  હવે કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે. જેથી ચિત્ર પણ ચૂંટણીનું આ બેઠકને લઈને સ્પષ્ટ થયું છે. 

સુરત શહેરની અંદર ગઈકાલે 29 ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાયા બાદ હવે 168 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે. લિંબાયત બેઠક પર સૌથી વધુ 44 ઉમેદવારો છે અને મજુરા બેઠક પર ઓછામાં ઓછા 4 ઉમેદવારો છે. સુરત શહેરમાં સૌથી વધુ પરપ્રાંતિય મતદારો ધરાવતી લિંબાયત બેઠક છે. આ બેઠક પર 44માંથી 31 મુસ્લિમ અને 13 હિંદુ ઉમેદવારો છે.

મુસ્લિમ ઉમેદવારો પણ મુખ્યત્વે મરાઠી, દક્ષિણ ભારત, બંગાળના મુસ્લિમો છે. બીજી તરફ વિવાદાસ્પદ સુરત પૂર્વ બેઠક પરથી AAPના ડમી ઉમેદવાર સલીમ મુલતાનીનું નામ પાછું ખેંચાતા હવે 14 ઉમેદવારો મેદાનમાં છે.

જેમાંથી ખાસ કરીને આ બેઠક પર 93 હજાર મુસ્લિમ, 22 હજાર ખ્રિસ્તી-પારસી, 35 હજાર રાણા, 12 હજાર જૈન, 10 હજાર ખત્રી, 12 હજાર એસસી, 8 હજાર ખારવા મતદારો છે.
સુરતમાં આ વખતે નવા જૂનીના સંકેતો જરુરથી જોવા મળી રહ્યા છે. સુરત આ વખતે આપ પાર્ટીએ તેના મોટા ઉમેદવારો ઉતાર્યા છે આ ઉપરાંત સુરતમાં રાજકીય વળાંક પણ આ રીતે આ વખતે જોવા મળી રહ્યો છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *