ગુજરાત ઈલેક્શન 2022 : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે આવશે 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેરાત થઇ ગઈ છે અને રાજકીય પક્ષો તેના છેલ્લા ચરણનો પ્રચાર કરી રહ્યા છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફરી એક વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર કરવા માટે પીએમ મોદી આજે સભાને સંબોધન કરશે તેમજ ભાવનગર ખાતે સમુહલગ્નમાં પણ હાજરી આપશે. 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર અંતિમ દૌરમાં પહોંચી ગયો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢાથી વિધાનસભાની ચૂંટણીનો ભવ્ય પ્રચાર કરશે. આ અગાઉ પણ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવી ગયા છે અને અનેક પ્રકલ્પો તેમજ વિકાસ કર્યોનું લોકાર્પણ પણ કર્યું છે. આજે નાનાપોંઢામાં જાહેર સભાને સંબોધન કરશે. આ વિસ્તાર આદિવાસી વિસ્તાર છે. ગુજરાતમાં આગામી વિધાનસભામાં વલસાડ જિલ્લાની તમામ પાંચ વિધાનસભાની સીટ પર ભગવો લહેરાશે અને ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો જંગી બાહુબતીથી જીતશે. આ ઉપરાંત આ પાંચ બેઠકો પર અત્યાર સુધીના તમામ રેકોર્ડ પણ તૂટશે તેવી કનુભાઈ દેસાઈએ આશા વ્યક્ત કરી હતી. પીએમ નરેન્દ્ર મોદીની વલસાડ જિલ્લાની સભાને લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ખાસો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

પીએમ મોદીની ચૂંટણી સભા માટે સુરક્ષાનો પૂરતો ખ્યાલ રાખવામાં આવ્યો છે અને તે માટે સભા સ્થળ પર સુરક્ષા બંદોબસ્ત જડબેસલાક કરી દેવામાં આવ્યો છે. આ માટે પાંચ SP, 13 DYSP, 23 થી વધારે પીઆઇ અને 130 કરતા પણ વધારે PSI સહીત એક હજાર કરતા પણ વધારે પોલીસ જવાનો ખડેપગે રહેશે. આ ઉપરાંત પીએમ મોદી ભાવનગરમાં 552 દીકરીઓના સમૂહ લગ્નમાં પણ હાજરી આપશે. ભાવનગર ખાતે યોજાઈ રહેલા આ સમુહલગ્નનું નામ ‘પાપાની પરી’ આપવામાં આવ્યું છે. આ 552 એવી દીકરીઓ છે કે જેને માતા તેમજ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. આ સમુહલગ્નનું આયોજન ઉધોગપતિ સુરેશ લાખાણી દ્વારા કરવામાં આવ્યું છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *