અમરેલી તાલુકાના બાબાપુર ગામના મતદારોનુ મન કળવામા ઉમેદવારો પણ ગોથે ચડયા છે.

અમરેલી તાલુકાના બાબાપુર ગામના મતદારોનુ મન કળવામા ઉમેદવારો પણ ગોથે ચડયા છે. કારણ કે અહી ભાજપ અને કોંગ્રેસ એમ બંને ઉમેદવારોએ સભા કરી લીધી છે. અને ગામના અનેક લોકો એવા છે જે બંનેની સભામા હાજર હતા. જયારે જાજા લોકો એવા છે કે બેમાથી એકેયની સભામા ડોકાયા ન હતા. ગામની એક વ્યકિતએ તો બંનેની સભામા હાજરી આપી હતી અને બંનેના ખેસ પણ પહેર્યા હતા. પાછલા પાંચ વર્ષમા ગામના અનેક કામો થયા છે પણ લોકોનો વસવસો એ છે કે અનેક કામો બાકી રહી ગયા છે.

2015ની પુર હોનારત બાદ ગામ માંડ બેઠુ થયુ છે. નદી પરનો પુલ બનાવવાની વર્ષો જુની માંગ સંતોષાઇ છે. આ પુલનો જશ લેવા પણ હોડ જામી હતી. ત્રણેક વર્ષ પહેલા અહી પુલનુ ઉદ્દઘાટન સવારે ભાજપ આગેવાનોએ અને સાંજે કોંગ્રેસ આગેવાનોએ કર્યુ હતુ. લોકો કહે છે પુલનુ કામ તો થઇ ગયુ પરંતુ વાંકીયા બાબાપુરના રોડનુ કામ બાકી છે. તેના તરફ કેમ કોઇ ધ્યાન આપતુ નથી ?. ગામને હજુ સુધી નર્મદાનુ એક ટીંપુએ પાણી મળ્યું નથી.

બે કુવામાથી ગામ લોકો ક્ષારવાળુ પાણી પીએ છે. દર વખતે ગાંઠીયા ભજીયાની મિટીંગો પણ થાય છે પણ આ ચુંટણીમા હજુ સુધી એકેય ઉમેદવારે આવુ કર્યુ નથી. કેટલાક યુવા વર્ગને આમ આદમી પાર્ટીમા પણ રસ છે. પરંતુ ગામના ગલઢેરાઓને પુછીએ તો કહે છે..જે આવશે તેના ઘર ભરશે, આપણુ કોઇ કરશે નહી. 2017મા બાબાપુર ગામમા ભાજપને માત્ર 19 મતની લીડ મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *