
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને કોંગ્રેસની 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, જુઓ ક્યાંથી કોને મળી ટિકિટ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. તારીખ 1 અને 5 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં ગુજરાતની ચૂંટણી યોજાશે. વિધાનસભા ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર-પ્રસારથી લઈ તમામ તૈયારીઓ કરી રહ્યાં છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જીત માટે રાજીકીય બેઠકોનો દાવપેચ શરૂ કરી દીધો છે. જેમાં કોંગ્રેસે ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા પણ પૂર્ણ કરી દીધી છે. કોંગ્રેસે કેટલીક બેઠકો માટે મંથન પણ કરી લીધો છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને કોંગ્રેસે પ્રથમ યાદી કરી જાહેર કરી છે. કોંગ્રેસે પ્રથમ યાદીમાં 43 ઉમેદવારના નામ કર્યા જાહેર કર્યાં છે.
જુઓ કઈ બેઠક પર કોણ ઉમેદવાર
| વિધાનસભા બેઠક | કોંગ્રેસના ઉમેદવાર |
| ડીસા | સંજય રબારી |
| અંજાર | રમેશ ડાંગર |
| ગાંધીધામ | ભરત સોલંકી |
| ખેરાલુ | મુકેશ દેસાઈ |
| કડી | પ્રવિણ પરમાર |
| હિંમતનગર | કમલેશ પટેલ |
| ઈડર | રમેશ સોલંકી |
| ગાંધીનગર દક્ષિણ | હિમાંશુ પટેલ |
| ઘાટલોડિયા | અમીબહેન યાજ્ઞિક |
| એલિસબ્રિજ | ભિખુ દવે |
| અમરાઈવાડી | ધર્મેન્દ્ર પટેલ |
| દસક્રોઈ | ઉમેદી બુધાજી ઝાલા |
| રાજકોટ દક્ષિણ | હિતેશ વોરા |
| રાજકોટ ગ્રામ્ય | સુરેશ બથવાર |
| જસદણ | ભોળાભાઈ ગોહિલ |
| જામનગર ઉત્તર | બિપેન્દ્રસિંહ જાડેજા |
| પોરબંદર | અર્જુન મોઢવાડિયા |
| કુતિયાણા | નાથા ઓડેદરા |
| માણાવદર | અરવિંદ લાડાણી |
| મહુવા | કનુ કળસરીયા |
| નડિયાદ | ધ્રુવલ પટેલ |
| મોરવા હડફ | સ્નેહલતા ખાંટ |
| ફતેપુરા | રઘુ મારચ |
| ઝાલોદ | મિતેશ ગરાસિયા |
| લીમખેડા | રમેશ ગુંડીયા |
| સંખેડા | ભીલ ધીરુભાઈ |
| સયાજીગંજ | અમીબેન રાવત |

