Gujarat cm : નાગરિકોની ઓનલાઈન રજૂઆતો માટેનું પોર્ટલ લોન્ચ

Gujarat cm : નાગરિકોની ઓનલાઈન રજૂઆતો માટેનું પોર્ટલ લોન્ચ થયું, સ્વાગત ઓનલાઈનના વિવિધ સોશિયલ મીડિયા પેજ શરૂ

Gujarat cm : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં જુલાઈ મહિનાનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે નાગરિકોની ઓનલાઈન રજૂઆતો માટેના પોર્ટલનું લોન્ચિંગ કરવામાં આવ્યુ. ટેક્નોલોજીના આ યુગમાં લોકોના પ્રશ્નોનું ઓનલાઈન નિવારણ થાય તે માટે આ સ્વાગત ઓનલાઈનના Facebook, Twitter, Instagram અને Kooના સોશિયલ મીડિયા પેજ પણ શરુ કરવામાં આવ્યા છે,

Gujarat cm : તેનો પણ મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યના નાગરિકોની રજૂઆતોના ત્વરિત અને અસરકારક નિરાકરણની સફળ વાતો લોકો સુધી પહોંચે, તે માટે સ્વાગતના આ સોશિયલ મીડિયા પેજ ઉપયોગી બની રહેશે. એટલું જ નહીં, લોકોમાં જાગૃતિ આવે તથા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ થકી સ્થાનિક વહીવટી તંત્ર સાથે જોડાઇને લોકો સમસ્યાનું સુખદ સમાધાન મેળવે તેવા આશયે તાલુકા સ્વાગતમાં રજૂઆતો માટેનું ઓનલાઈન પોર્ટલ પણ ઉપયુક્ત બનશે. રાજ્યના નાગરિકો પોતાની ફરિયાદ અથવા પ્રશ્નની સ્વાગત પોર્ટલ પર ઇ-મેઈલ આઇડી અને મોબાઈલ નંબર સાથે 2000 શબ્દોની મર્યાદામાં રજૂઆત કરી શકશે. આ માટે દર મહિનાના ચોથા બુધવારે યોજાતા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં 1થી 10 તારીખ સુધીમાં ઓનલાઇન એન્ટ્રી કરાવવાની રહેશે. ઓનલાઇન એન્ટ્રી બાદ જનરેટ થયેલ નંબરના ઉપયોગ દ્વારા અરજદાર પોતાની અરજીનું સ્ટેટસ પણ જાણી શકશે. ઉલ્લેખનીય છે કે લોકોની ફરિયાદો, રજૂઆતોના ઓનલાઈન નિવારણ માટે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાય છે અને તેનું ટેક્નોલોજીના માધ્યમથી નિરાકરણ કરવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જુલાઈ મહિનાના રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં નવ જેટલી રજૂઆતો પ્રત્યક્ષ સાંભળી હતી અને સરકારના વિભાગો તથા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને ત્વરિત નિવારણ માટેની સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીએ અધિકારીઓને સ સમસ્યાના નિવારણમાં વિલંબ ન થાય અને અરજદારને સમયસર, ઝડપી ન્યાય મળે તે માટે જરૂરી પગલા લેવા આદેશ પણ કર્યા હતા. તેમણે તે પણ જણાવ્યું હતું કે સરકાર, પક્ષ કે વિભાગો વચ્ચેના સંકલનના અભાવે અરજદારને તકલીફ ન પડવી જોઈએ.

Gujarat cm : મહત્વનું છે કે જુલાઈ મહિનામાં યોજાયેલા ગ્રામ, તાલુકા, જિલ્લા અને રાજ્ય સ્વાગત મળીને કુલ 6,363 રજૂઆતો આવી હતી, તેમાંથી 82.49 ટકા એટલે કે 5,249 સમસ્યાનો ઉકેલ લાવી દેવાયો છે. આ મહિનાના રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ પંકજ જોશી તેમજ સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા.

Gujarat cm : Portal citizens’ online submissions launched, Swagat Online’s various social media pages launched

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *