MANDVI : દિવ્યાંગ ભાઈને વ્હિલચેર અર્પણ કરાઇ

MANDVI: લંડન નિવાસી પૌત્રીનો જન્મદિન મોટા આસંબીયા રહેતા તેના દાદાએ દિવ્યાંગ ભાઈને વ્હિલચેર અર્પણ કરીને ઉજવ્યો

MANDVI: લંડન નિવાસી પૌત્રીનો જન્મદિન મોટા આસંબીયા રહેતા તેના દાદાએ દિવ્યાંગ ભાઈને વ્હિલચેર અર્પણ કરીને ઉજવ્યો.

MANDVI : લંડન નિવાસી પૌત્રી નો જન્મદિન મોટા આસંબીયા ગામે રહેતા તેના દાદાએ માંડવીમાં 31 વર્ષથી કાર્યરત “અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી” મારફતે દિવ્યાંગ ભાઈ ને વ્હીલચેર અર્પણ કરીને ઉજવીને પ્રેરણાદાયી દ્રષ્ટાંત પૂરું પાડેલ છે.

MANDVI : લંડન નિવાસી કુમારી વનિતા પ્રવીણભાઈ મેપાણી નો જન્મદિવસ, મોટા આસંબીયા (તા. માંડવી કચ્છ)માં રહેતા તેના દાદા ભીમજીભાઈ પરબતભાઈ મેપાણીએ, માંડવીમાં જતનગરમાં રહેતા 60% વિકલાંગતા ધરાવતા દિવ્યાંગભાઈ લુહાર ફૈઝલ સલીમને, સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા, મંત્રી દિનેશભાઈ શાહ, ઉપપ્રમુખ કમલેશભાઈ પાઠક, ખજાનચી પ્રતાપભાઈ ચોથાણી, સહમંત્રી ખુશાલભાઈ બળીયા તેમજ વનિતા ના દાદી કાંતાબેન અને નાની બહેન સ્તુતીના હસ્તે ફૈઝલ લુહારને વ્હિલચેર અર્પણ કરી હતી.

MANDVI : જાણીતા કથાકાર મનુભાઈ વૈષ્ણવે, વ્હિલચેર આપવાની દાતાને પ્રેરણા આપી હતી. સંસ્થાના ટ્રસ્ટીમંડળે દાતા પરિવારનો આભાર માન્યો હતો. વિદેશમાં રહેતી પૌત્રીનો જન્મદિવસ, દિવ્યાંગ ભાઈ ને વ્હિલચેર અર્પણ કરીને, ઉજવીને પ્રેરણાદાયી દ્રષ્ટાંત પૂરું પાડેલ હોવાનું સંસ્થાના મંત્રી દિનેશભાઈ શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *