ગુજરાતમાં લુપ્ત થવાના આરે આવી ગયેલી જળ બિલાડીના પરિવારે સુરતના ગવિયર તળાવમાં ઘર બનાવ્યું

સુરત ગુજરાતનું આર્થિક પાટનગર છે. સુરત ઔદ્યોગિક નગર તરીકે ઓળખાય છે પરંતુ આ કોંક્રિટના જંગલમાં અને ઉદ્યોગિક નગરમાં ગવિયર તળાવ આવેલું છે. આ તળાવમાં ગુજરાતમાં લુપ્ત થનાર જળ બિલાડીના પરિવારે નિવાસ્થાન બનાવ્યું છે. અતિ દુર્લભ કહી શકાય એવી જળ બિલાડીઓનું ઝુંડ અહીં જોવા મળી રહ્યું છે. 
ગવિયર તળાવની નજીક વિશાળકાય ઔદ્યોગિક એકમો ધમધમી રહ્યા છે. આવા વિસ્તારમાં ગવિયર તળાવ કુદરતી સૌંદર્ય ફેલાવી રહ્યું છે અને સુરત શહેરથી 7 કિલોમીટર દૂર આવેલ આ તળાવ વન્યજીવોનું આશ્રયસ્થાન બની ગયું છે. ગુજરાતની લુપ્ત ગણાતી સાતથી દસ જલબિલાડીનું ઝુંડ ગવિયર તળાવ ખાતે જોવા મળ્યું છે. આશ્ચર્યની વાત છે કે, એક બાજુ આ તળાવની નજીક ઔદ્યોગિક એકમો આવેલ છે અને બીજી બાજુ ગુજરાતમાં જે પ્રાણી લુપ્ત થવાના આરે છે તે પ્રાણીઓ આ તળાવને પોતાનો આશરે સ્થળ બનાવી રહ્યા છે.
ગુજરાતની લુપ્ત ગણાતી જળ બિલાડી પર વર્ષ 2015થી અહીં નેચર ક્લબ સુરત દ્વારા રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. હાલમાં જળ બિલાડીની વસ્તી વધતી દેખાઈ રહી છે કારણ કે, છેલ્લા ઘણા દિવસોથી જલબિલાડીઓએ ગવિયર તળાવને પોતાનું નિવાસ સ્થાન બનાવ્યું છે. હાલમાં અંદાજીત 7 થી 10 જલબિલાડીઓ તળાવમાં વિહાર કરતી નજર આવી રહી છે. 
આ ખાસ પ્રોજેક્ટ ચલાવનાર કૃણાલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, છેલ્લા 6 વર્ષથી ગવિયર તળાવમાં અમે સંશોધન કરી રહ્યા છે. અમારી સંસ્થા દ્વારા જળ બિલાડી ના સંરક્ષણ અને વસ્તી વધારા માટે છેલ્લા ઘણા વર્ષોથી કાર્યક્રમો યોજી રહ્યા છે. જળ બિલાડીઓની સંખ્યામાં વધારો થાય એ માટે અમે કૅમેરા ટાઈપિંગ, જાગરૂકતાના કાર્યક્રમ, માછીમારી માટે યોગ્ય સ્થળ વગેરે પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. આવનાર દિવસોમાં નેચર ક્લબ વન વિભાગ સાથે મળીને ગુજરાતમાં જળ બિલાડીની વસ્તી ગણતરી પણ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *