
♦ Gujarat Budget LIVE | રાજ્યમાં બે નવા એક્સપ્રેસ વે બનશે, દાહોદમાં નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવાશે
Gujarat Budget LIVE | ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ આજે ગુજરાત સરકારનું સામાન્ય બજેટ રજૂ કર્યું છે. દેસાઈ ચોથું બજેટમાં ગુજરાતના વિકાસ અને રાજકોષિય ખાધ ઘટાડવા પર ભાર મૂક્યો છે. તેમજ વિકસિત ભારત મિશનમાં ગુજરાતનો સિંહફાળો આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યુ હોવાનું જણાવ્યું છે.
કન્યા છાત્રાલય અંગે મોટી જાહેરાત
10 જિલ્લામાં 20 સ્થળે નવી સમરસ કુમાર અને કન્યા છાત્રાલય બનાવવામાં આવશે. તે સિવાય 10 જિલ્લામાં 20 સ્થળે નવી સમરસ કુમાર અને કન્યા છાત્રાલય બનાવવામાં આવશે. 81 લાખ લાભાર્થીઓને શિષ્યવૃતિ આપવા 4827 કરોડ રૂપિયાની ફાળવણી કરાઇ હતી.
5 લાખ રોજગારીના સર્જનનો વાયદો
મેન્યુફેકચરિંગ પાર્ક અને ટેક્સટાઈલ નીતિથી પાંચ લાખ રોજગારીનું સર્જન કરવામાં આવશે. તે સિવાય SC-ST-OBCને અભ્યાસ માટે 6 ટકા વ્યાજે લોન આપવાની પણ જોગવાઇ કરાઇ હતી. મહાનગરોમાં વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવામાં આવશે. વાજપાઈ બેંકેબલ યોજના હેઠળ મળતી લોન અને સબસિડીની રકમમાં વધારો કરાયો હતો.ITIને અપગ્રેડ કરવા માટે 450 કરોડની ફાળવણી ઘરનું ઘર સ્વપન સાકાર કરવા 3 લાખ આવાસ પૂરા પાડવાનું આયોજન છે. બજેટમાં પોષણલક્ષી યોજના માટે 8,200 કરોડ રૂપિયા, મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના માટે 200 કરોડ, ITIને અપગ્રેડ કરવા માટે 450 કરોડની જોગવાઈ કરાઈ છે. બજેટમા ‘સેન્ટ્રલાઇઝડ કીચન’ યોજનાનું એલાન ગુજરાત સરકારે પ્રાથમિક શાળાઓનાં વિદ્યાર્થીઓને ભોજન સારી ગુણવત્તાનું અને સમયસર મળી રહે તે માટે “સેન્ટ્રલાઇઝડ કીચન” યોજનાની જાહેરાત કરી છે, આ માટે નાણામંત્રીએ 551 કરોડ રૂપિયાની જોગવાઇ કરી છે.મુખ્યમંત્રી ગ્રીન રિંગ રોડ યોજનાની જાહેરાત મુખ્યમંત્રી ગ્રીન રિંગ રોડ યોજના હેઠળ મુખ્ય શહેરોમાં ગ્રીન રિંગ રોડ વિકસાવવા માટે 200 કરોડની જોગવાઈ બે નવા એક્સપ્રેસની જાહેરાતરાજ્યમાં બે નવા એક્સપ્રેસ વે વિકસાવવામાં આવશે. જેમાં બનાસકાંઠાને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સાથે જોડતા ડીસાથી પીપાવાવ રસ્તાને નમોશક્તિ એક્સપ્રેસ વે તરીકે વિકસાવવામાં આવશે. બજેટની કેટલીક મહત્ત્વની જાહેરાતો… આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ 5120 કરોડની ફાળવણી વનબંધુ કલ્યાણ યોજના-2 અંતર્ગત વર્ષ 2021-22 માં આગામી પાંચ વર્ષમાં 1 લાખ કરોડની ફાળવણી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત માર્ચ 2025ના અંત સુધીમાં 69882 કરોડની ફાળવણી કરવામાં આવેલ છે અને આ વર્ષે અંદાજિત 30121 કરોડની ફાળવણી કરવામાં આવેલ છે. સરકારી છાત્રાલય, આદર્શ નિવાસી શાળા, એકલવ્ય મોડેલ રેસિડેન્શીયલ સ્કૂલ અને ગર્લ્સ લિટરસી સ્કૂલના બાંધકામ માટે 912 કરોડની જોગવાઇ.અંદાજે 3 લાખ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ આપવા 755 કરોડની જોગવાઇ.664 આશ્રમશાળાઓમાં અભ્યાસ કરતાં અંદાજે 1 લાખ વિધાર્થીઓ માટે 547 કરોડની જોગવાઇ.176 સરકારી છાત્રાલયો અને 921 ગ્રાન્ટ ઈન એઇડ છાત્રાલયોના અંદાજિત 70 હજાર વિદ્યાર્થીઓ માટે 313 કરોડની જોગવાઇ.દૂધ સંજીવની યોજના અંતર્ગત 233 કરોડની જોગવાઇ.રાજ્યમાં 48 એકલવ્ય મોડેલ રેસિડેન્શીયલ સ્કૂલ, 43 ગર્લ્સ લીટરસી રેસિડેન્શીયલ સ્કૂલ, બે સૈનિક સ્કૂલ તથા 74 આદર્શ નિવાસી શાળાઓ એમ કુલ 167 નિવાસી શાળાઓ કાર્યરત છે. જેનો વ્યાપ વધારતા આ વર્ષે ડોલવણ, ખેરગામ, નેત્રંગ અને સંજેલી ખાતે 4 નવી એકલવ્ય મોડેલ રેસિડેન્શીયલ સ્કૂલ શરૂ કરવામાં આવશે. આમ આ નિવાસી શાળાઓમાં અભ્યાસ કરતા અંદાજે 40 હજાર વિદ્યાર્થીઓ માટે અને નવી શરૂ થનાર સ્કૂલો માટે કુલ 285 કરોડની જોગવાઇ. પ્રિ મેટ્રીકના આશરે 13 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા 160 કરોડની જોગવાઇ.ધો.1થી 8માં અભ્યાસ કરતાં અંદાજે 12 લાખ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે 108 કરોડની જોગવાઇ.વિદ્યા સાધના યોજના હેઠળ ધોરણ ૯માં અભ્યાસ કરતી 33 હજાર આદિજાતિ વિદ્યાર્થિનીઓને વિના મૂલ્યે સાયકલ આપવા 15 કરોડની જોગવાઇ.મુખ્યમંત્રી આદિમજુથ અને હળપતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ 125 કરોડની જોગવાઇ.મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના હેઠળ 102 કરોડની જોગવાઇ.મુખ્યમંત્રી બોર્ડર વિલેજ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ 100 કરોડની જોગવાઇ.સંકલિત ડેરી વિકાસ યોજના હેઠળ 87 કરોડની જોગવાઇ.કયા મંત્રાલયને કેટલા ફંડની ફાળવણી કૃષિ , ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 22498 કરોડ રૂપિયાઉર્જા અન પેટ્રોકેમુકલ્સ વિભાગ માટે 6751 કરોડ રૂપિયાસામાન્ય વહિવટ વિભાગ માટે 1999 કરોડ રૂપિયાકલાઈમેન્ટ ચેન્જ માટે 429 કરોડ રૂપિયાગૃહ વિભાગ માટે 12659 કરોડ રૂપિયાકાયદા વિભાગ માટે 2654 કરોડ રૂપિયામાહિતી અને પ્રસારણ વિભાગ માટે 362 કરોડ રૂપિયામહેસુલ વિભાગ માટે 5427 કરોડ રૂપિયાવન અને પર્યાવણ વિભાગ માટે 3140 કરોડ રૂપિયાબજેટમાં મહત્ત્વના વિભાગો માટેની ફાળવણી શ્રમ-કૌશલ્ય અને રોજગાર વિભાગ માટે 2,782 કરોડની જોગવાઈઆરોગ્ય અને પરિવહન-કલ્યાણ વિભાગ માટે 23,385 કરોડની જોગવાઈસામાજિક ન્યાય, અધિકારીતા વિભાગ માટે 6,807 કરોડની જોગવાઈમહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 7,668 કરોડની જોગવાઈઅન્ન-નાગરિક અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે 2,712 કરોડની જોગવાઈરમત-ગમત, યુવા-સાંસ્કૃતિક પ્રવૃતિના વિભાગ માટે 1,093 કરોડની જોગવાઈમાર્ગ-મકાન વિભાગ માટે 24,705 કરોડ રૂપિયાની જોગવાઈઆદિજાતિ વિકાસ માટે 5,120 કરોડ રૂપિયાની જોગવાઈશહેરી-ગૃહ નિર્માણ વિભાગ માટે 30,325 કરોડ રૂપિયાની જોગવાઈપં
ચાયત-ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે 13,772 કરોડ રૂપિયાની જોગવાઈ
એસટી બસ સુવિધા અંગે મોટી જાહેરાત
1450 ડિલક્સ અને 450 મીડી બસ એમ કુલ 1850 નવી બસ, 200 પ્રીમિયમ એસી બસો અને 10 કાર વાન મુકાશે. એસટી બસના અકસ્માત નિવારવા માટે ઓડિયો-વીડિયો એલર્ટ સિસ્ટમ ગોઠવાશેદાહોદમાં નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવાશેદાહોદમાં નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવામાં આવશે. આ સાથે નાના શહેરોને હવાઇ માર્ગે જોડવા માટે 45 કરોડની ફાળવણી કરવામાં આવી રહી છે.
મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના માટે કુલ 617 કરોડ રૂપિયાની જોગવાઇમાનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સંવેદના સભર “પઢાઇ ભી, પોષણ ભી”ના ધ્યેયને સાકાર કરવા “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના”ની ડિસેમ્બર-2024થી શરૂઆત કરવામાં આવેલ છે. જેમાં 32,277 શાળાઓના 41 લાખ વિદ્યાર્થીઓને લાભ મળે છે. જેના માટે આ બજેટમાં કુલ 617 કરોડ રૂપિયાની જોગવાઇ કરીએ છીએ.આંગણવાડી યોજના માટે 274 કરોડ રૂપિયાની જોગવાઇ બાળકોના પોષણ અને વિકાસને સુદ્રઢ કરવા આંગણવાડીઓની ભૌતિક સુવિધામાં વધારો કરવા સરકારે નિર્ણય કર્યો છે. તેને વધુ કાર્યક્ષમ બનાવવા આંગણવાડી યોજના માટે 274 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઈ છે.
મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના” માટે 200 કરોડ રૂપિયાશ્રમિકોને નજીવા દરે ભોજન મળી રહે તે હેતુથી “શ્રમિક અન્નપૂર્ણા યોજના” હેઠળ 290 કેન્દ્રો કાર્યરત છે. જરૂરિયાત પ્રમાણે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ ઔધોગિક વિસ્તારમાં અને બાંધકામ વિસ્તારમાં વધારવામાં આવશે. શ્રમિકોને કામના સ્થળની નજીક પાયાની સુવિધાઓ સાથે રહેઠાણની વ્યવસ્થા મળી રહે તે હેતુથી “મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના” માટે 200 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.MSMEને પ્રોત્સાહનનાણામંત્રી કનુભાઈ દેસાઈએ એમએસએમઈને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો છે.
જેમાં MSME અને સ્ટાર્ટઅપની વિવિધ યોજનાઑ માટે 3600 કરોડ રૂપિયાની જોગવાઈ છે. ટેક્સટાઇલ નીતિના કારણે 5 લાખ લોકોને રોજગાર મળશે. વધુમાં ગુજરાત ટેક્સટાઇલ પોલિસી થકી વિવિધ સહાયો માટે બે હજાર કરોડ રૂપિયાની ફાળવણીદિવ્યાંગોને વાર્ષિક રૂ. 12 હજારની સહાયનાણામંત્રીએ દિવ્યાંગજનો માટે સંત સુખદાસ યોજનાની જાહેરાત કરી છે. જેમાં 60 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા લોકોને આવરી લેવામાં આવશે. આ યોજના હેઠળ 85 હજારથી વધુ દિવ્યાંગજનોને વાર્ષિક 12 હજાર રૂપિયાની સહાય આપવાની જોગવાઈ છે.સરકારી આવાસને પ્રોત્સાહન આપશેનાણામંત્રીએ સરકારી આવાસને વેગ આપવા પર ફોકસ કર્યું છે.
ગુજરાતના ગરીબો માટે ત્રણ લાખ આવાસ બનાવવાની જાહેરાત કરી છે. શ્રમિક બસેરા યોજના હેઠળ રૂ. 200 કરોડ ફાળવવાની જાહેરાત કરી છે. આવાસ ખરીદવા પર સરકાર 1.70 લાખ રૂપિયા સબસિડી આપશે.નાણામંત્રીએ રજૂ કર્યું બજેટનાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું બજેટ 2025-26 રજૂ કર્યું છે. તેમણે ભાષણમાં રાજકોષિય ખાધ ઓછી રાખવા તેમજ સેમિ કંડક્ટર ક્ષેત્રે વિકસિત ભારત વિઝનને સાકાર
કરવા પર ફોકસ કરવા ભાર મૂક્યો છે.