
Great Indian Bustard ગુજરાત માટે ગૌરવપૂર્ણ ક્ષણ: કચ્છના નલિયામાં ઘોરાડના બચ્ચાએ સફળતાપૂર્વક 40 દિવસ પૂર્ણ કર્યા
Great Indian Bustard ગુજરાતના વન્યજીવ સંરક્ષણના ઇતિહાસમાં વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ નોંધાઈ છે. કચ્છ જિલ્લાના નલિયા ખાતે હાથ ધરાયેલા બીજા ‘જમ્પ સ્ટાર્ટ’ (Jump Start) પ્રોજેક્ટ હેઠળ 21 મે, 2026ના રોજ જન્મેલા અત્યંત દુર્લભ ઘોરાડ (Great Indian Bustard – GIB) ના બચ્ચાએ જીવનના સૌથી નાજુક એવા પ્રથમ 40 દિવસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે.

Great Indian Bustard વિશ્વની સૌથી વધુ લુપ્તપ્રાય પક્ષી પ્રજાતિઓમાં સામેલ ઘોરાડના સંવર્ધન માટે આ સિદ્ધિ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
Great Indian Bustard રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી એ જણાવ્યું કે આ સિદ્ધિ સમગ્ર ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે. તેમણે કહ્યું કે ઘોરાડના સંરક્ષણ માટે વન વિભાગ, વૈજ્ઞાનિકો અને વન્યજીવ નિષ્ણાતોની સતત મહેનત અને સમર્પણના પરિણામે આ મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઈ છે.
Great Indian Bustard તેમણે જણાવ્યું કે બચ્ચાના જીવનના પ્રથમ 40 દિવસ અત્યંત સંવેદનશીલ હોય છે. આ તબક્કો સફળતાપૂર્વક પાર થવાથી ઘોરાડના સંવર્ધન માટે નવી આશા જાગી છે અને ભવિષ્યમાં આ લુપ્તપ્રાય પ્રજાતિના સંરક્ષણને વધુ બળ મળશે.

Great Indian Bustard મંત્રીએ જણાવ્યું કે ના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર વન્યજીવોના સંરક્ષણ અને જૈવ વૈવિધ્યના જતન માટે સતત કાર્યરત છે. આવી સિદ્ધિઓ ભારતની જૈવ વૈવિધ્ય સુરક્ષાની દિશામાં મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે.
Great Indian Bustard આ પ્રસંગે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી એ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઘોરાડના બચ્ચાના વીડિયો અને તસવીરો શેર કરીને ખુશી વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે ‘જમ્પ સ્ટાર્ટ’ પ્રોજેક્ટ હેઠળ કુદરતી રહેઠાણમાંથી ઈંડાની સુરક્ષા કરીને કૃત્રિમ કેન્દ્રમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી તેના ઉછેર (Foster-mothering)ની જટિલ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. નલિયા ખાતે વન વિભાગ અને નિષ્ણાતોની ટીમ દ્વારા બચ્ચાની 24 કલાક દેખરેખ રાખવામાં આવી રહી છે અને વૈજ્ઞાનિક માર્ગદર્શન હેઠળ તેની સંભાળ લેવામાં આવી રહી છે.

Great Indian Bustard ઘોરાડના સંરક્ષણ માટે મળેલી આ સફળતા ગુજરાત તેમજ દેશના વન્યજીવ સંરક્ષણ પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ અને આશાસ્પદ પગલું માનવામાં આવી રહ્યું છે.
વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો