GPSCની આગામી પરીક્ષાઓની તારીખ જાહેર

GPSCની આગામી પરીક્ષાઓની તારીખ જાહેર
GPSCની આગામી પરીક્ષાઓની તારીખ જાહેર

GPSCની આગામી પરીક્ષાઓની તારીખ જાહેર

GPSC ની આગામી પરીક્ષાઓની તારીખ જાહેર કરવામાં આવી. ઉમેદવારો પરીક્ષા માટે તૈયાર થઈ જાઓ.તેમાં વિવિધ વર્ગોની પરીક્ષા લેવામાં આવશે.જેમાં વર્ગ 1,2,3 નો સમાવેશ કરવામાં આવે છે.તેમાં અલગ અલગ પરીક્ષાની તારીખો આપવામાં આવી છે.તે બાબતે અધ્યક્ષ સતત માહિતી આપી રહ્યા છે. તેમજ તેઓ X પર પણ જાણકારી આપે છે.    

GPSCની આગામી પરીક્ષાઓનું ટાઈમ ટેબલ નક્કી કરાયું છે. જેમાં ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1 તથા ગુજરાત વહીવટી સેવા વર્ગ-1 અને 2 ની પ્રિલીમ પરીક્ષાઓ આગામી તારીખ 20 એપ્રિલના રોજ અને મુખ્ય પરીક્ષા 20 થી 29 એપ્રિલના રોજ યોજાશે. તો હિસાબી અધિકારી વર્ગ-1 અને 2 ની પ્રિલીમ પરીક્ષા તારીખ 6 જૂન અને મુખ્ય પરીક્ષા 10 થી 17 ડિસેમ્બર દરમિયાન લેવાશે. તો રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3 ની પ્રિલીમ પરીક્ષા 21 ડિસેમ્બરે અને મુખ્ય પરીક્ષા 1 થી 10 જૂન 2026 દરમિયાન લેવામાં આવશે.. 

તો નાયબ સેક્શન ઓફિસર/નાયબ મામલતદાર વર્ગ-3 માટે પ્રિલીમ પરીક્ષા 07 સપ્ટેમ્બર અને મુખ્ય પરીક્ષા ફેબ્રુઆરી – 2026 સુધીમાં યોજાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *