કોરોના સંકટ વચ્ચે રસીકરણને વેગ આપવા સરકારનો નિર્ણય, NEGVAC ની ભલામણોને કેંદ્ર સરકારે સ્વીકારી લીધી, ભારતમાં કેન્દ્ર સરકાર વિદેશી બનાવટની રસીને પણ આયાત કરશે

ભારત કોરોના સામે વિદેશમાં બનાવવામાં આવતી રસીનો પણ ઉપયોગ કરશે. કેન્દ્ર સરકાર વિદેશી બનાવટની રસી આયાત કરવાનું વિચારી રહી છે. રસીકરણ અભિયાનને વેગ આપવા માટે, વિદેશ નિર્મિત કોરોના રસી, જે વિવિધ દેશોમાં કટોકટીના ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે, તેને ભારતમાં આયાત કરવામાં આવશે. નેશનલ એક્સપર્ટ ગ્રુપ ઓન વેક્સિન એડમિનિસ્ટ્રેશન ફોર કોવિડ 19ની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે કોરોના વિરુદ્ધની રસીઓ જે વિદેશમાં બનાવવામાં આવે છે અને જેને USFDA, EMA, UK MHRA, PMDA, જાપાન દ્વારા WHO યાદીમાં સામેલ છે અને બીજા દેશોમાં ઇમરજન્સીના ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે, તેઓને ભારતમાં પણ ઇમરજન્સીના ઉપયોગ માટે મંજૂરી હોવી જોઈએ.

ભારત કોરોના સામે વિદેશમાં બનાવવામાં આવતી રસીનો પણ ઉપયોગ કરશે. કેન્દ્ર સરકાર વિદેશી બનાવટની રસી આયાત કરશે. રસીકરણ અભિયાનને ઝડપી બનાવવા માટે, વિદેશી નિર્મિત કોરોના રસી, જેને વિવિધ દેશોમાં કટોકટીના ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે, તે ભારતમાં આયાત કરવામાં આવશે.

કેન્દ્ર સરકારે પ્રસ્તાવને સ્વીકાર્યો 

ભારત સરકારે NEGVAC ના આ પ્રસ્તાવને સ્વીકાર્યો છે. NEGVAC એ પણ પ્રસ્તાવ મૂક્યો છે કે વિદેશમાં બનાવવામાં આવતી રસી ભારતમાં આયાત કરવામાં આવશે. તે પહેલા માત્ર 100 લોકોને આપવામાં આવશે અને તેઓનું નિરીક્ષણ 7 દિવસ સુધી કરવામાં આવશે. તે પછી જ રસીકરણ અભિયાનમાં તેનો સમાવેશ કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સપ્તાહમાં દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થયો છે. 
દેશમાં કોરોનાવાયરસના એક લાખથી વધુ નવા કેસ મંગળવારે, 13 મી એપ્રિલ, 2021 ના ​​રોજ સતત 7 મા દિવસે જોવા મળ્યા છે. છેલ્લા 24 કલાકમાં, 1,61,736 નવા COVID-19 કેસ નોંધાયા છે. આ સતત ત્રીજો દિવસ છે જ્યારે દેશમાં દોઢ લાખથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં, કોરોના ચેપને કારણે 879 લોકોનાં મોત નીપજ્યાં છે. દેશમાં ચેપના નવા કેસ નોંધાયા બાદ અત્યાર સુધીમાં કુલ કેસ 1,36,89,453 નોંધાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *