
આદિજાતિ વિસ્તાર માટે કુલ જોગવાઈ રૂ. ૧૩૪૯ કરોડ
• ઉકાઇ જળાશય આધારિત સોનગઢ, ઉચ્છલ, નીઝર અને કુકરમુંડા તાલુકાના અંદાજે ૨૭,૨૦૦ હેક્ટર વિસ્તારને લાભ આપવા માટેની રૂ. ૯૬૨ કરોડના ખર્ચે સોનગઢ ઉચ્છલ-નીઝર ઉદ્વવહન પાઇપલાઇનનું આયોજન છે. જેના માટે રૂ. ૩૩૦ કરોડની જોગવાઈ.
• સુરત જિલ્લામાં રૂ. પ૯૦ કરોડના ખર્ચે કાકરાપાર-ગોરધા-વડ ઉદ્વવહન પાઇપલાઇન યોજના પૂર્ણ કરી માંગરોળ અને માંડવી તાલુકાના આશરે ૧૯,૮૦૦ હેકટર વિસ્તારને સિંચાઇનો લાભ આપવામાં આવેલ છે.
• પંચમહાલ જિલ્લાના શહેરા, ગોધરા, કાલોલ અને ઘોઘંબા તેમજ મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વિસ્તારમાં પાનમ જળાશય અને ઉચ્ચસ્તરીય કેનાલ આધારિત યોજનાઓ માટે રૂ. ૧૮૫ કરોડની જોગવાઈ.
• સુરત જિલ્લાના ઉમરપાડા તથા નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ૭૩ ગામોના ૨૧૭૫૦ હેકટર વિસ્તારમાં સિંચાઈ સુવિધાનો લાભ આપવા માટે રૂ.૭૧૧ કરોડની તાપી-કરજણ લિંક પાઇપલાઇન યોજનાના કામો પ્રગતિ હેઠળ છે, જેના માટે રૂ. ૧૫૦ કરોડની જોગવાઇ
• કડાણા જળાશય આધારિત કડાણા-દાહોદ પાઇપ લાઇનનું વિસ્તૃતિકરણ કરી દાહોદ જિલ્લાના સંજેલી, સીંગવડ, ધાનપુર અને દેવગઢબારીયા તાલુકાઓના સિંચાઇથી વંચિત રહેલા વધુ ૪૫૦૦ હેક્ટર આદિવાસી વિસ્તારને આવરી લેવા માટે અંદાજીત રૂ.૨૨૬ કરોડની ઉદ્વવહન સિંચાઈ યોજનાનું આયોજન કરેલ છે. જેના માટે રૂ. ૧૧૦ કરોડની જોગવાઈ.
• કરજણ જળાશય આધારિત દક્ષિણ ગુજરાતના નર્મદા જિલ્લાનો નાંદોદ તાલુકો, સુરત જિલ્લાનો માંગરોળ અને ભરૂચ જિલ્લાના ઝઘડીયા, વાલીયા અને નેત્રંગ તાલુકા વિસ્તારમાં ૭૫૦૦ હેકટર વિસ્તારને સિંચાઇનો લાભ આપવા રૂ. ૪૧૮ કરોડની પાઇપલાઇન યોજના પૂર્ણ કરવા માટે રૂ. ૩૬ કરોડની જોગવાઈ.