GOVERNMENT OF GUJARAT : ગુજરાત સરકાર નો મહત્વનો નિર્ણય

GOVERNMENT OF GUJARAT : ગુજરાત સરકાર નો મહત્વનો નિર્ણય.. કચ્છના ધારા સભ્યશ્રીઓ ની મહેનત રંગ લાવી.
કચ્છ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ નિવારવા રૂટિંગ ભરતી ઉપરાંત કચ્છના સ્થાનિક 4,100 પ્રાથમિક શિક્ષકો નિમવા ગુજરાત સરકારના મોટા અને મહત્વના નિર્ણય લેવા બદલ નિવૃત્ત શિક્ષક સંગઠનના નેતાઓએ આવકારી, સરકારનો આભાર માન્યો.
કચ્છ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ નિવારવા રૂટિંગ ભરતી ઉપરાંત કચ્છના સ્થાનિક 4,100 પ્રાથમિક શિક્ષકો નિમવા ગુજરાત સરકારે આજે તા. 18 /3 ને મંગળવારના મોટો અને મહત્વનો નિર્ણય લેવા બદલ નિવૃત્ત શિક્ષક સંગઠનના નેતાઓએ આવકારી, સરકાર નો અને કચ્છના તમામ ધારાસભ્યશ્રીઓ નો આભાર માન્યો છે.
કચ્છ જિલ્લા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ અને કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના 15 વર્ષ સુધી પ્રમુખ પદે રહેલા રશ્મિકાંત બી. પંડ્યા, કચ્છ જિલ્લા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજના પ્રવક્તા અને કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના ૧૯ વર્ષ સુધી મહામંત્રી તરીકે સેવા આપી ચૂકેલા દિનેશભાઈ મણીલાલ શાહ તથા કચ્છ જિલ્લા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજના મહામંત્રી અને કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના પૂર્વ ખજાનચી પ્રજ્ઞેશભાઈ છાયા એ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માનનીય ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ, શિક્ષણ મંત્રી શ્રી ડૉ.કુબેરભાઈ ડિંડોર સાહેબ અને રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા સાહેબ પાસે કચ્છની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ નિવારવા અને આ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવા ભારપૂર્વક રજૂઆત કરી હતી. આમ કચ્છના ધારાસભ્યશ્રીઓ ની મહેનત રંગ લાવી છે.
ખાસ કિસ્સામાં કચ્છ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ધોરણ એક થી પાંચમાં 2500 શિક્ષકો અને ધોરણ છ થી આઠમાં 1600 શિક્ષકો મળી કુલ 4,100 વધારાના શિક્ષકો કચ્છને મળનાર હોવાનું માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે એ માંડવીના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહ ને એક ટેલિફોનિક મુલાકાતમાં જણાવ્યું હતું.
GOVERNMENT OF GUJARAT : કચ્છ જિલ્લા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજના હોદ્દેદારો એ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, શિક્ષણ મંત્રી ડૉ .કુબેરભાઈ ડીંડોર સાહેબ અને રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા સાહેબનો અલગ- અલગ ઇમેલ કરીને આભાર માન્યો હતો. આ હોદ્દેદારોએ કચ્છના તમામ 6 (છ) એ ધારાસભ્યશ્રીઓ નો પણ આભાર માનેલ હોવાનું કચ્છ જિલ્લા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજના પ્રવક્તા દિનેશભાઈ શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.