શ્રી બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી લી અમદાવાદ શાખામાં સભાસદોને ગિફ્ટ વિતરણનો કાર્યક્રમ યોજાયો

શ્રી બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી લી અમદાવાદ શાખામાં સભાસદોને ગિફ્ટ વિતરણનો કાર્યક્રમ યોજાયો

શ્રી પ્રફુલભાઈ પંસેરિયા (પૂર્વ ધારાસભ્ય, કામરેજ, સુરત) અધ્યક્ષ સ્થાને સભાસદોને ગિફ્ટ વિતરણનો કાર્યક્રમ યોજાયો.

જેમાં, શાખા એમ ડી શ્રી અશ્વિનભાઈ પેથાણી,ડિરેક્ટર શ્રી ધીમંત શેઠ, શ્રીમતી કંચનબેન રાદડીયા, એડ. બોર્ડ મેમ્બર્સ શ્રી પ્રકાશભાઈ ગુર્જર, હરીશભાઈ પટેલ, હિંમતભાઈ રૂડાણી, સંજયભાઈ કાછડીયા, બિપીનભાઈ પંચાલ, સંજયભાઈ ભાવસાર, મનીષભાઈ પરમાર, પન્નાબેન સોલંકી, શીતલબેન ચુડાસમા, જૂના એડ. બોર્ડ મેમ્બર્સ તથા વિશાળ સંખ્યામાં સભાસદો હાજર રહ્યાં હતાં.
શાખા એમ ડી શ્રી, ડિરેક્ટર્સ તથા એડ. બોર્ડ મેમ્બર્સ દ્વારા દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખૂલ્લો મૂકવાંમાં આવ્યો.
શાખા સેક્રેટરી શ્રી રવિભાઈ પરમારે શાબ્દિક સ્વાગત કર્યું ત્યારબાદ, ડિરેક્ટર શ્રી ધીમંત શેઠે મંડળી વિશે માહિતી આપી હતી જ્યારે શાખા એમ ડી શ્રી અશ્વિનભાઈ પેથાણીએ અમદાવાદ શાખાના વિકાસને વેગવંતો બનાવવા, સફળતાના શિખરો ઉપર પહોચાડવા અને ધિરાણ વધારવા બાબતે વિશેષ માર્ગદર્શન આપ્યું. એડ. બોર્ડ મેમ્બર શ્રી પ્રકાશભાઈ ગુર્જરે પણ સહકાર થી સમૃધ્ધિ ની વિશેષ માહિતી આપી હતી.

નવા નિમાયેલા તજજ્ઞ ડિરેક્ટર શ્રીમતી કંચનબેન રાદડીયાનું પુષ્પગુચ્છ તથા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. શાખા એમ ડી શ્રી, ડિરેક્ટર્સ શ્રીઓ તથા એડ. બોર્ડ મેમ્બર્સના હસ્તે સભાસદોને ગિફ્ટ વિતરણ કરવામાં આવી હતી. આભાર વિધિ એડ. બોર્ડ મેમ્બર શ્રી હરીશભાઈ પટેલે કરી અને કાર્યક્રમનું સંચાલન કર્મચારી શ્રી રિતેષભાઈ જેઠવાએ કર્યું હતું અને શાખાના તમામ કર્મચારીઓએ શિસ્તબદ્ધ રીતે રજીસ્ટ્રેશન કરીને ગિફ્ટ વિતરણ કરી હતી તેમ બ્રાન્ચ સેક્રેટરી શ્રી રવિભાઈ પરમારની યાદી જણાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *