
જાયન્ટ સાહેલી ગ્રુપ (Giant Saheli Group) -માંડવી (Mandvi) દ્વારા સ્વચ્છતા અભિયાન ઝુંબેશ ચાલુ કરવામાં આવી
તાજેતરમાં જાયન્ટ સાહેલી ગ્રુપ-(Giant Saheli Group) માંડવી/(Mandvi) ના આઈ.પી.પી. ડોક્ટર પારૂલબેન ડેનિસ ગોગરી ની જાયન્ટ વેલફેર ફાઉન્ડેશન માં સ્વચ્છતા અભિયાન ઓફિસર તરીકે વરણી થતાં, તેમનાં માર્ગદર્શન હેઠળ ગૃપ દ્વારા રવિવારે માંડવી વિન્ડફાર્મ બીચ ની સફાઈનો કાયમી પ્રોજેક્ટ તરીકે પ્રારંભ કરી “સ્વચ્છ માંડવી, સ્વસ્થ માંડવી” ના સપનાં ને સાકાર કરવા માટે સ્વચ્છતા ઝુંબેશ ચાલુ કરવામાં આવી.ગૃપની બહેનોએ પોતાના હાથે સફાઈ કાર્ય હાથ ધર્યું હતું.

આ પહેલા પણ સાહેલી ગૃપ ની શપથવિધિ સમારોહ માં ફેડરેશન પ્રમુખ શ્રી જયદેવ ભાઈ ભટ્ટ ની વિશીષ્ટ ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન ઝુંબેશ અંતર્ગત મંદિર ના પુજારી ઓને ડસ્ટબીન આપવામાં આવી હતી. આગામી દિવસોમાં શહિદોની પ્રતિમાઓ ની સફાઈ, બગીચાઓની સફાઈ, શાળાઓની સફાઈ વગેરે જેવા અનેક કાર્યક્રમ સ્વચ્છતા અભિયાન અંતર્ગત કરવામાં આવશે, એવી પ્રમુખ શ્રીમતી ઉષાબેન સોની એ તૈયારી બતાવી છે.
Sanitation campaign was launched by Giant Saheli Group-Mandvi
બીચ સફાઈ ના પ્રોજેક્ટ ને સફળ બનાવવા માટે પુર્વ પ્રમુખ શ્રી રેખાબેન મહેતા, બોર્ડ મેમ્બર શ્રી હર્ષાબેન ખત્રી અને શ્રીવિભાબેન ઓઝા, નવાં મેમ્બર શ્રી માયાબેન પરમાર અને શ્રી ભારતી બેન રાઠોડે જહેમત ઉઠાવી હતી.
