ગારીયાધાર માં જમીન હડપવાના સભ્યના પ્રશ્ને લાભુભાઈ કાત્રોડિયા નિવેદન આપ્યું

ગારીયાધાર માં જમીન હડપવાના સભ્યના પ્રશ્ને લાભુભાઈ કાત્રોડિયા નિવેદન આપ્યું ચૂંટાયેલ સભ્ય પોતાના સગા,સબંધી કે ભાગીદારી પેઢી ના લાભ માટે ના ઠરાવ કરાવી શકે નહિ…

ગારીયાધાર નગરપાલિકાના સભ્ય ભાવેશભાઈ ગોરસીયા દ્વારા લાભુભાઈ કાત્રોડીયા, માણીયા હિમતભાઈ અને ફિરીઝભાઈ વિરુદ્ધ એક અરજી પોલીસ માં કરી બદનામી નો ડહોળ કરી ભળતી ભેણી મેળવવા ના ઇરાદા ઉપર પાણી ફરી વળ્યા નો સ્વીકાર કરવા ને ભૂલ સુધારવા ના બદલે પોતે હરિશ્ચંદ્ર હોવાનો ડોળ કરવા પ્રયાસ કર્યો હતો.. ભાવેશ ગોરસિયા એ તેની પત્ની ના નામે નગર પાલિકામાં લેખિત અરજી ૨૯/૭/૨૨ ના રોજ રજૂ કરી છે, તે અરજી અંગે નો ભળતી ભેણીનો ઠરાવ પ્રમુખ સ્થાને થી લેવા દબાણ કર્યું હતું,પરંતુ પ્રમુખ અને લાભુભાઈ વચ્ચે ચર્ચા થઈ એટલે એજન્ડા માં લીધેલ મુદ્દા નંબર ૧૪ પડતો મૂકવા ખાતરી આપી હતી,જોકે કાયદા વિરુદ્ધ નો આ ઠરાવ હતો,પરંતુ સત્તા નો અંત છેલ્લી સામાન્ય સભા હોવાથી ભાવેશ ગોરસિયા પોતાના લાભ ના કામ કરાવવા સક્રિય હતો,એટલે વિપક્ષ ના હિંમત ભાઇ ને પણ લાભુભાઈ સાથે વાત થઈ હતી,લાભુભાઈ ની સલાહ મુજબ નેતા વિપક્ષ દ્વારા વાંધા અરજી રજૂ કરી હતી,આ પ્રકરણ ના તમામ કાગળો લાભુભાઈ પાસે છે.. જે બધી બાબત ખોટી હોવાનું આક્ષેપ લાગનાર સભ્ય ભાવેશભાઈ દ્વારા કહ્યું હતું . અને પોતાને બદનામ કરવાનું કાવતરું હોઈ તેવું કહ્યું હતું. પરંતુ કોઈ અતિશયોક્તિ નથી,ખોટી વાત નથી,ખુદ સેજલ બેન ભાવેશ ભાઈ ગોરસિયા ની ૨૯/૭/૨૨ ની અરજી,તેના આધારે હિંમતભાઈ દ્વારા અપાયેલ વાંધા અરજી ની નકલ તેમજ એજન્ડા ની નકલ અને પ્રમુખ સાથે લાભુભાઈ ની ચર્ચા જ ભાવેશ ગોરસીયા ખોટો હોવાનો મજબૂત પુરાવો છે, જેમાં પહેલા કરેલા કેટલાક કામોમાં પણ ભ્રષ્ટાચાર કર્યો હોય તેવી હકીકત હોવાનું કહ્યું હતું . આ ઉપરાંત જમીન અંગે તમામ બાબતે નગરપાલિકા પ્રમુખ સાથે પણ ચર્ચા થઈ હોવાનું કહ્યું હતું . અને ટેલિફોનિક ચર્ચા લાભુભાઈ સાથે કરી જેમાં તેમણે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો રેકર્ડ આધારિત સમાચાર પ્રસિદ્ધ થયા છે,માત્ર ભાષા પત્રકાર ની છે,ભાવેશ વિરુદ્ધ બાકડા કાંડ પણ લાભુભાઈ એ ફોટા સાથે પ્રસિદ્ધ થયો હતો,પક્ષ બદલતા સમયે પણ લખ્યું હતું..છતાં અવાર નવાર ભાવેશ લાભુભાઈ ને પણ મળ્યો છે,અચાનક કોઈક નો હાથો બની અરજી લઈ ગૃહ મંત્રી ને ભલામણ ના ફોન કરે છે, રુવાડું ન ફરકે..!! આવા ફ્રોડ માણસો થી ડરી જઈએ તો પત્રકારત્વ ન થઈ શકે… દુખાવો કેશુ ને છે,બેંક કૌભાંડ ના પુરાવા લાભુભાઈ પાસે છે,એટલે કુવાડો કેશુનો ને હાથો કાર્યકર્તા નો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *