FORCAST IN KUTCH : કચ્છમાં ભારે ગરમીમાં દિવસે પંખા-કૂલર બેઅસર પુરવાર, વહેલો વરસાદ કેસર કેરી માટે વેરી બને તેવી ભીતિ

FORCAST IN KUTCH : કચ્છમાં ભારે ગરમીમાં દિવસે પંખા-કૂલર બેઅસર પુરવાર, વહેલો વરસાદ કેસર કેરી માટે વેરી બને તેવી ભીતિ

FORCAST IN KUTCH
FORCAST IN KUTCH

કચ્છમાં મહત્તમ તાપમાન સતત 40 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે. દિવસ દરમિયાન ઉકળાટ વધવાથી લોકો ગરમીનો સામનો કરી રહ્યા છે. મોટાભાગના જિલ્લામાં ધાબડિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સૂર્ય અને વાદળો વચ્ચે સંતાકૂકડીની રમત ચાલી રહી છે. અરબ સાગરમાં રચાયેલા લો પ્રેશરના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. વાતાવરણમાં આવેલા અચાનક ફેરફારથી ખેડૂતોની ચિંતા વધી છે.

FORCAST IN KUTCH-1
FORCAST IN KUTCH-1

ખેડૂતોના જણાવ્યા મુજબ, આંબાવાડીમાં કેસર કેરીનો પાક તૈયાર છે. હળવું વરસાદનું ઝાપટું પણ પડશે તો કેરીના પાકને મોટું નુકસાન થઈ શકે છે. વહેલી સવારથી મધ્યાહ્ન અને સાંજ સુધી અસહ્ય ગરમી અને બફારો અનુભવાય છે.

 

ગરમીથી રાહત મેળવવા ઘર અને કામકાજના સ્થળે પંખા અને કૂલર મશીન પણ અસરકારક રહેતા નથી. ભુજમાં ગઈકાલે મહત્તમ તાપમાન 39.7 ડિગ્રી નોંધાયું હતું. આ પરિસ્થિતિમાં બાગાયતી પાકો, ખાસ કરીને કેરીના પાકને સૌથી વધુ નુકસાન થવાની શક્યતા છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *