જમ્મુ -કાશ્મીરના શોપિયામાં એન્કાઉન્ટર, સુરક્ષાદળોએ 3 આતંકીઓને કર્યા ઠાર…

જમ્મુ કાશ્મીરના શોપિયા સેક્ટરમાં ભારતીય સુરક્ષાદળો અને આતંકિઓની વચ્ચે સવારે ચાલી રહેલા એનકાઉન્ટરમાં 3 આતંકીઓના માર્યા જવાના સમાચાર આવી રહ્યા છે.

આ આતંકવાદીઓની પાસેથી ભારે માત્રામાં હથિયાર અને વિસ્ફોટક સામગ્રા મળી છે. તમામ આતંકવાદીઓના માર્યા ગયા બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

મળતી જાણકારી મુજબ  ભારતીય સુરક્ષાદળોની ખાનગી જાળી હતી કે કેટલાક આતંકવાદીઓ શોપિયામાં એક ઘરમાં છુપાયેલા છે અને કોઈ આતંકી ઘટનાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા છે. ખાનગી જાણકારીના આધાર પર ભારતીય સુરક્ષાદળોના સ્થાનીય પોલીસની સાથે મળીને એક ટીમ તૈયાર કરવામાં આવી અને વિસ્તારમાં સર્ચ ઓપરેશન શુરુ કર્યુ. સર્ચ ઓપરેશન દરમિયા આતંકવાદીઓને આત્મસમર્પણ કરવાનું કહેવામાં આવ્યું. પરંતુ આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરુ કરી દીધુ.

ફાયરિંગના અવાજથી અંદોજો લાગ્યો હતો કે ઘરની અંદર 3થી 4 આતંકીઓ છુપાયેલા હોઈ શકે છે. અનેક કલાકો સુધી બન્ને તરફથી ચાલેલા ફાયરિંગ બાદ આખરે 3 આતંકીઓ માર્યા ગયા. આ આતંકીઓની પાસે ભારે જથ્થામાં હથિયાર અને વિસ્ફોટક મળી આવ્યા છે.

ત્યારે જમ્મુ- કાશ્મીર સ્થિત બડગામના બીરવામાં ચાલી રહેલા એન્કાઉન્ટર દરમિયાન રાજ્ય પોલીસ કર્મી એસપીઓ મોહમ્મદ અલ્તાફ શહીદ થઈ ગયા. ત્યારે એક અન્ય સુરક્ષાકર્મી મંજૂર અહમદ ઘાયલ થઈ ગયો. મળતી જાણકારી અનુસાર શુક્રવારે બડગામના બીરવાહ વિસ્તારમાં અથડામણ શરુ થયું હતુ. કાશ્મીર જોન પોલીસે કહ્યું કે પોલીસ અને સુરક્ષાદળ હાલ સ્થળ પર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *