મહારાષ્ટ્રમાં કોરોના સંકટ ઘેરાયું, અહીં સ્કૂલ-કોલેજો બંધ કરવાના અપાયા આદેશ

ખતરાને જોતા ગાઈડલાઈન જારી કરી ઉલ્લેખનીય છે કે ગુરુવારે કોરોનાના 5427 નવા કેસ આવ્યા છે. જે આ વર્ષના સૌથી વધારે આંકડા છે. મહારાષ્ટ્રના 8 જિલ્લામાં કોરોના વાયરસના નવા મામલા અચાનક વધી ગયા છે. વધી રહેલા ખતરાને જોતા ગાઈડલાઈન જારી કરી છે.  

ગત 24 કલાકમાં 736 નવા કેસ આવ્યા છે. જેને પગલે બીએમસીએ નવી ગાઈડલાઈન જારી કરી છે.  હવે હોમ ક્વોરેન્ટાઈનના નિયમ તોડનાર સામે કડકાઈથી કામ લેવામાં આવશે. જે સોસાયટીમાં કોરોનાના 5થી વધારે કેસ આવશે તેને સીલ કરી દેવાશે. વિદર્ભના યવતમાલમાં 28 ફેબ્રુઆરી સુધી લોકડાઉન કરવામાં આવ્યું છે.

સપ્તાહાંતમાં લોકડાઉન દરમિયાન તમામ બજારો અને અન્ય પ્રતિષ્ઠાન બંધ રહેશે
કોવિડ -19મામલામાં વૃદ્ધિને ધ્યાનમાં રાખીને મે જિલ્લામાં અઠવાડિયાના અંતમાં લોકડાઉન કરવાનો નિર્ણય લીધો છે. હું લોકોને અપીલ કરુ છું કે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારના કડક લોકડાઉનથી બચવા માટે કોવિડ સંબંધી યોગ્ય વર્તનનું પાલન કરો. તેમણે કહ્યું કે સપ્તાહાંતમાં લોકડાઉન દરમિયાન તમામ બજારો અને અન્ય પ્રતિષ્ઠાન બંધ રહેશે. તેમણે કહ્યું કે સ્વિમિંગ પુલ અને ઈન્ડોર ગેમ પણ બંધ રહેશે. જ્યારે ધાર્મિક કાર્યક્રમોમાં ફક્ત 5 લોકોને પરવાનગી આપવામાં આવશે. મહારાષ્ટ્રમાં એક વાર ફરી કોવિડ મામલામાં વૃદ્ધિ જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *