રિપોર્ટ:-કાર્તિક જાની
કોરોના સામે લડવા માટે વેકસીન એક હાલ ઉપાય છે ત્યાઈ સરકાર પણ ઝડપી અને વધુ લોકોને વેકસીન મળે તે માટે અનેક પ્રયાસો કરી રહી છે લોકો. માં જાગૃતિ પણ લાવી રહી છે. સરકાર સખત પ્રયત્ન કરી રહી છે પણ આ કામ તો આરોગ્ય વિભાગના કર્મચારીઓને કરવાનું છે. ત્યારે સરકરની આટલી મહેનતને આરોગ્ય કર્મચારીઓ નબળું પાડી રહ્યા હોય તેવો કિસ્સો એક પ્રકાશમાં આવ્યો..
અમદાવાદ ચાંદખેડાના અર્બન હેલ્થ સેન્ટર પર લોકો ખુશી ખુશી વેકસીન લેવા પોહચ્યા ત્યારે અર્બન હેલ્થ સેન્ટર જ ખાલી જોવા મળ્યું.
કેમ ખાલી હતું તે…!!!
જાણીને તમને પણ નવાઈ લાગશે આપણે તો રાત્રે આરામ કરીએ છીએ પરંતુ અર્બન હેલ્થ સેન્ટરના કર્મચારીઓ તો ધોળા દિવસે ચાલુ ફરજે ફુલ આરામના મૂળમાં હતા અને એમને આરામમાં ખેલલ પાડવામાં આવી તો ભડકી ગયા અને ઉદ્ધતાઈ પૂર્વક જવાબ આપ્યો કે આવું તો રોજ ચાલ્યા કરે.સરકાર એક બાજુ જાગૃતી લાવવા અને વેકસીન તમામ લોકો લઈ શકે તે માટે પ્રયત્નો કરી રહી છે ત્યારે આવા કર્મચારીઓ સરકારના નિયમોને ગોળી ને પી રહ્યા છે.ચાંદખેડા અર્બન હેલ્થ સેન્ટર ઉપર સ્લોટ બુકિંગ વાળાઓની લાઈનો થઈ ગઈ હોવા છતાં કર્મચારીઓ દ્વારા કોઈ તસ્તી લેવામાં નોહતી આવતી.જમવા જવાનો સમય છે તમે કહીને ફૂલ આરામમાં જોવા મળ્યા હતા. અને હેલ્થ સેન્ટર સૂમ-સામ હતું.આ કર્મચારીઓના કારણે હેલ્થ સેન્ટરમાં સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન નોહતું થઈ રહયું.તેમજ વેકસીન આપનાર કર્મચારી દ્વારા પણ હાથ માં ગ્લોઝ પહેરવામાં નોહતા આવ્યા.જો આવા કર્મચારીઓને અર્બન હેલ્થ સેન્ટર પર નિમણૂક કરવામાં આવશે તો કોરોનાનું સંક્રમણ વધે તો નવાઈ નહીં.કેમ કે આવા આળસુ કર્મચારીઓ તટસ્થ ફરજ ઉપર હાજાર ના રહી શકતા હોય તો તમને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવાની પણ કોઈ સત્તા નથી.જો તંત્ર દ્વારા તત્કાલ કોઈ ઉકેલ નહીં લેવામાં આવે તો આવા કર્મચારીઓ પોતાની મનમાની જ ચલાવશે અને વેકસીન લેવા આવનાર લોકો પરેશાન થઈ જશે..હવે જોવાનું એ રહયું કે તંત્ર દ્વારા કોઈ કડક પગલા લેવામાં આવે છે કે પછી આમ લાલીયાવાડી જ ચાલશે..?
