ELECTRIC VEHICAL TAX IN GUJARAT : ઇલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકારે 5% ટેક્સ છૂટની જાહેરાત કરી, ટેક્સ દર ઘટીને માત્ર 1% થઈ ગયો

ELECTRIC VEHICAL TAX IN GUJARAT : ઇલેક્ટ્રિક પરિવહનને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે 31 માર્ચ, 2026 સુધી સંપૂર્ણપણે ઈલેક્ટ્રિક વાહનો પર 5% ટેક્સ છૂટની જાહેરાત કરી છે. આનાથી ટેક્સ દર ઘટીને માત્ર 1% થઈ ગયો છે.
નાગરિકો હવે વાહન 4.0 પોર્ટલ દ્વારા તેમના ઈલેક્ટ્રિક વાહનોની ઓનલાઇન નોંધણી કરાવી શકે છે અને તેનો સીધો લાભ મેળવી શકે છે. આ નાગરિક-કેન્દ્રિત પહેલ હરિયાળા અને સ્વચ્છ ગુજરાત તરફ રાજ્ય સરકારનું એક પગલું છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે વર્ષ 2025-26ના બજેટમાં આ ટેક્સ ઘટાડા અંગે જાહેરાત કરી હતી. જેને હવે લાગુ કરવામાં આવી છે.
ગુજરાત સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન આપવા અને પ્રદૂષણને ઘટાડવા માટે ટુ વ્હીલર પર 20 હજારની સબસિડી આપતી હતી, જ્યારે 15 લાખથી ઓછી કિંમતના ફોર વ્હીલર પર 1.50 લાખ રૂપિયાની સબસિડી આવતી હતી. જેને બંધ કરી દેવામાં આવતાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં મોટો ઘટાડો નોંધાયો છે.