ચૂંટણી પંચનો નિર્ણય: કર્મચારીઓને મતદાન માટે મળતી રજામાં ફરજિયાત મતદાન કરવા જવું પડશે

ચૂંટણી પંચનો નિર્ણય: કર્મચારીઓને મતદાન માટે મળતી રજામાં ફરજિયાત મતદાન કરવા જવું પડશે

ચૂંટણી પંચનો નિર્ણય: કેન્દ્રીય ચૂંટણી પંચે મતદાનની ટકાવારી વધારવા માટે કેટલાય મોટા નિર્ણય લીધા છે. ચૂંટણી પંચે મંગળવારે જણાવ્યું હતું કે, હવે 500થી વધારે કર્મચારીઓની સંખ્યાવાળા સરકારી વિભાગના કર્મચારીઓનું મતદાન નક્કી કરવા માટે એક નોડલ ઓફિસરની નિમણૂંક કરવી પડશે. તેનાથી મતદાન કરવા ન જતાં અને આમ તેમ ફરવા નિકળી જતાં સરકારી કર્મચારીઓ પર લગામ લાગશે. તથા અંતરિયાળ અને છેવાડાના મતદાન કેન્દ્ર પર કામ કરનારા ચૂંટણી કર્મચારીઓને ડબલ પગાર મળશે.

ચૂંટણી પંચનો નિર્ણય

ચૂંટણી પંચે કહ્યું છે કે, આ વખતે ચૂંટણીમાં મુખ્ય ચૂંટણી અધિકારી અને જિલ્લા ચૂંટણી અધિકારી સંવેદનશીલ કેન્દ્રોની મુલાકાત લેશે. પંચે દેશમાં 440 અંતરિયાળ અને દૂરના પોલીંગ સ્ટેશનની ઓળખ કરી છે. હકીકતામં મુખ્ય ચૂંટણી પંચે દુરના પોલિંગ કેન્દ્ર પર મુલાકાત લીધા બાદ આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. પંચે કહ્યું છે કે, ચૂંટણીમાં મતદાન કરવા માટે મળતી રજાનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે. જે પણ સરાકરી વિભાગમાં 500થી વધારે કર્મચારીઓની સંખ્યા છે, ત્યાં નોડલ અધિકારીની નિમણૂંક કરવામાં આવશે. તેનાથી જાણવા મળશે કે, ચૂંટણીમાં મતદાન કેટલા ટકા વધ્યું છે.

ચૂંટણી પંચનો નિર્ણય

ચૂંટણી પંચે કહ્યું છે કે, કોઈ પણ સરકારી વિભાગને નોડલ ઓફિસર નિમણૂંક કરવાનું રહેશે અને એ નક્કી કરવાનું રહેશે કે, તમામ અધિકારી-કર્મચારી વોટિંગ માટે મળતી રજાનો ઉપયોગ મતદાન માટે ચોક્કસથી કરે. આ બાજૂ જિલ્લા ચૂંટણી અધિકારી તમામ વિધાનસભા વિસ્તારમાં 5 સૌથી મોટા વોટિંગ કેન્દ્રની મુલાકાત લેશે. તે ઓછા વોટિંગની પણ મુલાકાત લેશે અને તેના કારણો શોધી તેને દૂર કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *