E – MAIL : મંત્રી હર્ષ સંઘવીએ નાગરિકો દ્વારા ઈ-મેલ પર મળેલા 2533 પ્રશ્નોનો ત્વરિત નિવેડો લાવ્યા

E – MAIL : મંત્રી હર્ષ સંઘવીએ નાગરિકો દ્વારા ઈ-મેલ પર મળેલા 2533 પ્રશ્નોનો ત્વરિત નિવેડો લાવ્યા

E-MAIL HARSH SANGHVI
E-MAIL HARSH SANGHVI

E – MAIL : ઇ- મેઇલ ડિજીટલ યુગમાં રાજ્યના સામાન્ય નાગરિકો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ગાંધીનગર સુધી ધક્કો ન ખાવો પડે તેની ચિંતા કરીને સમસ્યાના સમાધાન માટે તાત્કાલિક અને પારદર્શક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા માટે રાજ્યના ગૃહ, વાહન-વ્યવહાર અને રમત-ગમત વિભાગના રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ડિજીટલ માધ્યમથી પ્રશ્નોના નિરાકરણ લાવી રહ્યા છે.

E – MAIL : એક વર્ષમાં ઇ મેઇલ પર કુલ-2533 પ્રશ્નો તેમજ રજૂઆતો સામાન્ય નાગરિકો તરફથી મંત્રીને મળી છે જેમાં ખૂબ ટૂંકા સમયમાં મોટા પ્રમાણમાં રજૂઆતોનો સુખદ નિકાલ આવ્યો છે.મંત્રી હર્ષ સંઘવી કાર્યાલય ખાતે પ્રત્યક્ષ રીતે પ્રત્યેક અરજદાર, ધારાસભ્ય, સાંસદ તથા પદાધિકારીને સાંભળતા હોય છે.

E – MAIL : પરંતુ રાજ્યના કોઈ પણ નાગરિક કે જનપ્રતિનિધિ ગૃહ, વાહન-વ્યવહાર અને રમત-ગમત વિભાગ સંબંધિત પ્રશ્નો અને રજૂઆતો માટે ગાંધીનગર ઓફિસ સુધી જવું ન પડે અને ઈ-મેઈલ દ્વારા પોતાની સમસ્યાનું નિરાકરણ મેળવી શકે તે માટે ઈ મેઈલ પર આવેલી ફરિયાદો અને રજૂઆતોના ત્વરિત નિરાકરણ ઉપર પણ ખાસ ભાર મૂક્યો છે.

E – MAIL : રાજ્યના નાગરિકો min-homegujarat.gov.in ઈ-મેઈલ આઈડી પર ગૃહ, વાહન-વ્યવહાર અને રમત-ગમત વિભાગ સંબંધિત પોતાના પ્રશ્નો, નિમંત્રણ તેમજ રજૂઆતો મોકલી રહ્યા છે.આ મળતા ઈ-મેઈલની મંત્રીના કાર્યાલય સ્તરેથી પ્રામાણિકતા પૂર્વક યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.સૌથી મહત્વની વાત એ છે કે, મંત્રી હર્ષ સંઘવી પોતે દરરોજ મળતા ઈ-મેઈલની સમીક્ષા કરે છે અને સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીને તાત્કાલિક સૂચનાઓ પાઠવે છે. સાથે સાથે, દર મહિનાના પ્રથમ અઠવાડિયામાં સમીક્ષા બેઠક યોજીને, રજૂઆત થયેલા મુદ્દાઓના ઉકેલ અને પ્રગતિ અંગે પણ બારીક સમીક્ષા કરવામાં આવે છે.આ કાર્યવાહીથી ઈ-ગવર્નન્સને વધુ બળ મળ્યું છે અને સામાન્ય નાગરિકોને પ્રાથમિકતા આપી, સરળ અને ઝડપી વહીવટની દિશામાં આગળ વધી રહ્યા છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *